આ હડતાળમાં જોડાવા અંગે રિક્ષા ચાલક યુનિયનમાં મતમતાંતર હોવાનું જાણવા મળ્યું છે. અમદાવાદ રેલવે સ્ટેશન ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન દ્વારા હડતાળમાં નહીં જોડાવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
અમદાવાદ સહીત રાજ્યના રીક્ષા ચાલકોના વિવિધ એસોસિયેશનો સંગઠનો દ્વારા રચવામાં આવેલ સી.એન.જી. ભાવ વધારા વિરોધી સમિતિ દ્વારા સી.એન.જી. ના ભાવ વધારો પાછો ખેંચવા, રીક્ષા ચાલકોને અન્ય રાજ્યોની જેમ રૂપિયા
પંદર હજારની સહાય, ચાલકો ઉપર થતા પોલીસ અત્યાચાર બંધ કરવા વગેરે મુદ્દાઓ બાબતે 15 નવેમ્બર આખો દિવસ, 16 નવેમ્બર બપોર બાર વાગ્યા સુધી હડતાળ પાળશે.
આ મામલે અમદાવાદના જુના સર્કિટ હાઉસ ખાતે રિક્ષાચાલકના પ્રતિનિધિઓ અને ટેક્સી ચાલકના પ્રતિનિધિઓની બેઠક પણ યોજાઇ હતી. 12 નવેમ્બરે રાજ્યપાલને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું,
આ ઉપરાંત કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પણ નોંધાવ્યો હતો. રિક્ષાચાલક સમિતિએ દાવો કર્યો છે કે આંદોલનમાં 15 લાખ કરતા વધારે રીક્ષા ચાલકો અને 50 હજાર જેટલા ટેક્સી ચાલકો જોડાશે.
રિક્ષા ચાલક સમિતિમી મુખ્ય માંગ છે કે CNGના ભાવ ઘટાડવા આવે. બીજા રાજ્યોની જેમ કોરોના બાદ આર્થિક સહાય આપવામાં આવે. સમિતિનું કહેવું છે કે પેટ્રોલ ડિઝલમા વેટ ઘટાડીને ભાવ ઘટે તો CNGના ભાવમા કેમ નહીં.
રિક્ષા ચાલકો અને ટેક્સી ચાલક પ્રતિનિધિઓનું કહેવું છે કે CNGમાં પ્રતિ કિલો રાજ્ય સરકાર 15 ટકા વેટ વસૂલે છે, જ્યારે કેન્દ્ર 14 ટકા એક્સાઇઝ બ્યુટી વસૂલે છે.
જેથી CNGના ભાવમાં રૂપિયા 20થી 25 રૂપિયા ટેક્સ વસુલાય છે. જેથી પ્રતિ કિલો 9 રૂપિયાનો ઘટાડો CNGના ભાવમાં કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.
અમદાવાદ રીક્ષા ચાલક એકતા યુનિયનના પ્રમુખ વિજય મકવાણાએ જણાવ્યું કે રાજ્ય સરકારે ભાડા ઉપરાંત અન્ય પ્રશ્નો બાબતે માત્ર તેમના માનીતા એટલે કે ભાજપના હોદ્દેદાર હોય અને રિક્ષાચાલક પ્રતિનિધિ હોય તેમને બોલાવીને ભાડા વધારા મામલે નિર્ણય લીધો છે.
જે માન્ય નથી. જેથી આગામી 15-16 ઓક્ટોબરની હડતાળ યથાવત રહેશે. રિક્ષા ચાલકોના પ્રશ્નો બાબતે વિશ્વાસમાં લેવામાં નથી આવ્યા, માત્ર બે-ત્રણ લોકોને બોલાવીને ભાડા વધારા અંગે જાહેરાત કરી દેવામાં આવી છે.
અલગ-અલગ રિક્ષાચાલક સંગઠનોએ પોતાની માંગ અને પ્રશ્નોને લઈને CNG ભાવ વધારા વિરોધ સમિતિ બનાવી હતી. જેથી જે પ્રતિનિધિઓ રાજ્ય સરકારને મળવા ગયા હતા, જેમાં ખોખરા વિસ્તારના રીક્ષા ચાલકોનો સમાવેશ થાય છે,
જેઓ આ લડત માટે બનાવેલ સમિતિનો ભાગ ન હતા, તેઓ પણ દાવો અન્ય રિક્ષા ચાલકો તરફથી કરવામાં આવી રહ્યો છે. જેને લઈ હવે રીક્ષા ચાલકોના આંદોલનમાં બે ફાંટા પડતા દેખાઈ રહ્યા છે.
Read About Weather here
આ યુનિયનોએ હડતાળને વખોડી કાઢી છે.બીજી તરફ અમદાવાદ રેલવે સ્ટેશન ઓટો રિક્ષા ડ્રાઈવર યુનિયન દ્વારા હડતાળમાં નહીં જોડાવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here