બેંકોનું ખાનગીકરણ કરવાના કેન્દ્રનાં આયોજન સામે બેંક કર્મીઓમાં રોષ: 9 લાખ બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતરી જતા લાખો ગ્રાહકો હેરાન-પરેશાન
રાજકોટ સહિત ગુજરાતભરમાં બેંકોનાં વ્યવહાર ઠપ્પ, કર્મચારીઓ દ્વારા રેલી અને સુત્રોચ્ચાર
બે દિવસ સુધી એટીએમ સહિતની તમામ બેન્કિંગ સેવાઓ ખોરવાશે: બેન્કિંગ કાયદા સુધારણા ખરડો પાછો ખેંચવા બેંક યુનિયનની જોરદાર માંગણી
જાહેર ક્ષેત્રની બેંકોના ખાનગીકરણનો વિરોધ શા માટે?
બેંકમાં હડતાલ શા માટે?
(1) નાના માણસો માટે બેંકના દરવાજા બંધ.
(2) ગ્રાહકો ઉપર અમાનુષી સર્વિસ ચાર્જીસ
(3) સરકારી નોકરીઓ ખતમ.
(4) નોકરીમાં અનામત પ્રથા બંધ થશે.
(5) લોકોની બચત પર વ્યાજ ના દર ઘટશે.
(6) આમ જનતાને વધુ પરેશાની.
(7) બેંકોમાં ઝીરો બેલેન્સથી ખાતા નહિ ખુલે.
(8) જનતાને સસ્તા ધિરાણ બંધ થશે.
(9) બેંકોના આસરે 10 લાખ કરોડના ડૂબત લેણાં વસૂલ કરો.
(10) બેંકોમાં પડેલી જનતાની થાપણ ખાનગી હાથોમાં સોંપી શકાય?
(11) કર્મચારીઓ પોતાનું આર્થિક નુકશાન કરી જનતા માટે લડી રહ્યા છે. તેમની લડાઇને ટેકો આપો.
યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન
આજથી બે દિવસની રાષ્ટ્રવ્યાપી બેંક હડતાલનો પ્રારંભ થયો છે. દેશભરમાં જાહેરક્ષેત્રની બેંકોનાં 9 લાખ જેટલા કર્મચારીઓ હડતાલમાં જોડાતા કરોડોનાં બેંક વ્યવહાર ઠપ્પ થઇ જવા પામ્યા છે. બેંક કર્મચારીઓ ઠેર-ઠેર રેલી અને ધરણા કરી રહ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
જાહેરક્ષેત્રની બેંકોનું ખાનગીકરણ કરવાની સરકારની દરખાસ્તનાં વિરોધમાં બે દિવસીય હડતાલનું એલાન આપવામાં આવ્યું છે. રાજકોટ સહિત તમામ મહાનગરો અને ગુજરાતમાં બેંકની કાર્યવાહી ખોરવાઈ જતા લાખો બેંક ગ્રાહકો ભારે હેરાનગતિમાં મુકાઇ ગયા છે.
દેશના નવ બેંક યુનિયનનાં સંગઠન યુનિયન ફોરમ ઓફ બેંક દ્વારા તા.16 અને 17 ડિસેમ્બરે દેશવ્યાપી હડતાલનું એલાન અપાયું હતું. પરિણામે સવારથી હડતાલ શરૂ થઇ જતા બેન્કિંગ કામ માટે જતા ગ્રાહકો રઝળી પડ્યા હતા. એટીએમ સહિતની તમામ બેન્કિંગ સેવાઓ ખોરવાઈ ગઈ છે.
એસબીઆઈ, પંજાબ નેશનલ બેંક, બેંક ઓફ બરોડા, સેન્ટ્રલ બેંક ઓફ ઇન્ડિયા સહિતની જાહેરક્ષેત્રની અનેક બેંકો હડતાલમાં જોડાઈ છે. સવારથી કર્મચારીઓ બેંકોની સામે જ ધરણા અને દેખાવો શરૂ કરી દીધા છે. કર્મચારીઓએ એકઠા થઇને ખાનગીકરણ સામે વિરોધ કરતા સુત્રોચ્ચારો પોકાર્યા હતા.
કેન્દ્રનાં નાણામંત્રી નિર્મલા સીતારમણે 2021 નાં કેન્દ્રીય બજેટમાં જાહેર કર્યું હતું કે, રૂ. 1.75 લાખ કરોડ ભેગા કરવા માટે પબ્લિક ક્ષેત્રની બે બેંકોનું ચાલુ નાણાંકીય વર્ષમાં જ ખાનગીકરણ કરવામાં આવશે. એ માટે કાયદામાં પણ સુધારો કરવામાં આવ્યો છે.
બેન્કિંગ કાયદા સુધારા ખરડો સંસદનાં વર્તમાન શિયાળુ સત્રમાં રજૂ કરવામાં આવનાર છે. ખરડો પસાર થઇ જાય તો આ બે બેંકોમાં સરકારનાં શેર માત્ર 26 ટકા રહી જશે. બેંક યુનિયનો આ ખરડો પાછો લઇ લેવાની માંગણી કરી રહ્યા છે.
યુનિયનનાં આગેવાન વેંકટ ચલમે જણાવ્યું હતું કે, અમે ખરડો વર્તમાન સત્રમાં ન મુકવા સરકાર પાસે ખાતરી માંગી હતી પણ ખાતરી ન આપતા અમે હડતાલનો આશરો લીધો છે.
હડતાલને કારણે વાસ્તવમાં બેંકોની કાર્યવાહી 4 દિવસ સુધી ઠપ્પ રહેશે. ગુરૂ-શુક્ર બે દિવસ હડતાલ છે અને શનિ-રવિ બેંકોમાં વિકેન્ડ રજા છે. સહકારી અને ખાનગી બેંકો ચાલુ છે. પરંતુ સરકારી બેંકો બંધ છે.
એકલા ગુજરાતમાં પબ્લિક સેક્ટર બેંકોની 4800 શાખાઓ બંધ રહેતા રૂ. 20 હજાર કરોડનાં નાણાંકીય વ્યવહાર ઠપ્પ થઇ ગયા છે. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં હડતાલને જોરદાર પ્રતિસાદ મળ્યો છે.ઠેરઠેર કામદારો સરકાર વિરોધી દેખાવો કરી રહ્યા છે.
છેલ્લા 4 વર્ષમાં કેન્દ્ર સરકારે 14 રાષ્ટ્રીયકૃત બેંકોનું ખાનગીકરણ અને મર્જ કર્યા છે. અનેક ખાનગી બેંકોનાં વાવટા સંકેલાય ગયા છે. એટલે બેંક યુનિયનને દહેશત એવી છે કે, શિયાળુ સત્રમાં બેંક ખરડો રજુ થાય તો કેન્દ્ર સરકાર ગમે તેમ કરીને પસાર કરાવી દેશે.
Read About Weather here
સરકાર 10 રાષ્ટ્રીયકૃત બેંકોને જોડીને તેમાંથી 4 બેંક બનાવવા માંગે છે. આ પગલાથી બેંક ખાતેદારોને શું લાભ મળે તેની કોઈ સ્પષ્ટતા થઇ નથી. હકીકત એ છે કે, ધિરાણનાં સેટલમેન્ટનાં મામલામાં મોટી કંપનીઓને જ તગડા લાભ આપવામાં આવ્યા છે.(2.12)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here