આજથી પ્રિકોશન ડોઝ શરૂ

આજથી પ્રિકોશન ડોઝ શરૂ
આજથી પ્રિકોશન ડોઝ શરૂ
વૃદ્ધોની સાથે ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સને પણ આ ત્રીજો ડોઝ આપવામાં આવશે. ચૂંટણીમાં ડ્યૂટી કરનારા લોકોને પણ ફ્રન્ટલાઈન વર્કરની કેટેગરીમાં રાખવામાં આવ્યા છે. કોરોના મહામારીની ત્રીજી લહેરમાં ડરાવનારો ટ્રેન્ડ દેખાવવા લાગ્યો છે. દેશમાં રોજના 1 લાખથી વધુ કેસ નોંધાઈ રહ્યાં છે.

Visit Saurashtra Kranti Homepage here

વૃદ્ધોની ઈમ્યુનિટી સિસ્ટમ નબળી હોય છે, એવામાં તેમના માટે વધુ ખતરો છે. તેને ધ્યાનમાં રાખીને આજે 10 જાન્યુઆરીથી 60 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને પ્રીકોશન ડોઝ લગાવવાની શરૂઆત થઈ ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા મુજબ, દેશમાં 60 વર્ષથી વધુ ઉંમરના લગભગ 11 કરોડ વૃદ્ધ છે.

તેમનો આંકડો ભેગો કરીએ તો દેશમાં લગભગ 3 કરોડ ફ્રન્ટલાઈન વર્કર્સ અને હેલ્થકેર વર્કર્સ છે. આ બધા પ્રીકોશન ડોઝ લગાવવા માટે પાત્ર છે.
પણ જે તે વ્યક્તિ પ્રીકોશન ડોઝ માટે માન્ય થઈ જશે, તો કોવિન તેમને ટેક્સ્ટ મેસેજ મોકલીને માહિતી આપશે કે ત્રીજો ડોઝ લેવાનો સમય આવી ગયો છે
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે કોર્મોબિડિટીવાળા 60 કે તેનાથી વધુની ઉંમરના વૃદ્ધોને પીક્રોશન ડોઝ લેવા માટે ડોક્ટરના સર્ટિફિકેટની જરૂર નહિ પડે. જોકે આવા લોકોને પ્રીકોશન ડોઝ લેતા પહેલા ડોક્ટરની સલાહ લેવાનું કહેવામાં આવ્યું છે.

પ્રીકોશન ડોઝ લેવા માટે ઓનલાઈન સ્લોટ બુકિંગની સાથે વેક્સિન કેન્દ્રો પર પણ બુકિંગ થઈ શકશે. જોકે પ્રીકોશન ડોઝ ક્યાં વેક્સિન સેન્ટર પરથી મળશે, તે અંગેની માહિતી તમને કોવિન એપ પર જ મળશે. પ્રીકોશન ડોઝ કે ત્રીજો ડોઝ લીધા પછી લાભાર્થીનું સર્ટિફિકેટ તેની જાતે અપડેટ થઈ જશે.

પ્રીકોશન ડોઝ લેવા માટે ઓનલાઈન સ્લોટ બુકિંગની સાથે વેક્સિન કેન્દ્રો પર પણ બુકિંગ કરી શકાશે. જોકે પ્રીકોશન ડોઝ ક્યાં વેક્સિન સેન્ટર પર મળશે, તે અંગેની માહિતી તમને કોવિન એપ પર જ મળશે. પ્રીકોશન ડોઝ કે ત્રીજો ડોઝ લીધા પછી લાભાર્થીનું સર્ટિફિકેટ તેની જાતે જ અપડેટ થઈ જશે. સરકારે 60+ના લોકો માટે કોર્મોબિડિટીમાં સામેલ બીમારીઓનું અલગ લિસ્ટ જાહેર કર્યું નથી,

જોકે કોવિનના ડો.આર એસ શર્માના જણાવ્યા અનુસાર, સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા 45થી 60ની ઉંમરના લોકોના વેક્સિનેશન માટે પહેલા બહાર પાડવામાં આવેલી 20 મેડિકલ કન્ડિશન જ પ્રીકોશન ડોઝ માટે પણ માન્ય હશે.

Read About Weather here

સરકારના જણાવ્યા મુજબ, પ્રીકોશન ડોઝ સરકારી વેક્સિન કેન્દ્ર પર ફ્રીમાં મળશે. જોકે પ્રાઈવેટ હોસ્પિટલ કે વેક્સિન કેન્દ્રો પર તેના માટે પૈસા આપવા પડશે. જોકે સરકારે લોકોને આગ્રહ કર્યો છે કે જે લોકો સક્ષમ છે, તે પ્રાઈવેટ હોસ્પિટલના વેક્સિન કેન્દ્રોમાં પેમેન્ટ કરીને ત્રીજો ડોઝ લગાવે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here