આજથી નવલા નોરતાનો પ્રારંભ: નવ દિવસ ભાવિકો માતાજીની આરાધના કરશે

આજથી નવલા નોરતાનો પ્રારંભ: નવ દિવસ ભાવિકો માતાજીની આરાધના કરશે
આજથી નવલા નોરતાનો પ્રારંભ: નવ દિવસ ભાવિકો માતાજીની આરાધના કરશે

 ગરૂડ, પવનપુત્ર, કરણપરા, જંકશનની પ્રાચીન ગરબી સાથે અર્વાચીન રાસોત્સવ પણ યોજાશે

આદ્યશક્તિની આરાધનાનું પર્વ નવલા નોરતાનો આજથી પ્રારંભ થઇ રહ્યો છે ત્યારે કોરોના મહામારી બાદ પહેલી વખત ભાવિકો છૂટથી માતાજીની આરાધના કરી શકશે. આ વર્ષે શહેરની નાની-મોટી 800થી વધુ ગરબીમાં અંદાજિત 40 હજારથી વધુ બાળાઓ ગરબે ઘૂમી માતાજીની આરાધના કરશે.

નવરાત્રિ પર્વને વધાવવા શહેરમાં ઠેરઠેર મંડપ-સુશોભન કરાયા છે, ગરબીઓ અને મંદિરોમાં રોશનીનો શણગાર કરાયો છે. લોકો નવરાત્રિ દરમિયાન પૂજાપાઠ, અનુષ્ઠાન, ઉપવાસ કરીને પણ માતાજીની આરાધના કરતા હોય છે. આ વર્ષે અખંડ નવરાત્રિ છે; એક પણ નોરતું ઓછું નથી.

Visit Saurashtra Kranti Homepage here

અખંડ નવરાત્રિ સંસાર માટે ખૂબ સારી ગણાય છે. આ વર્ષે સપ્તાહના પ્રથમ દિવસે સોમવારથી નવરાત્રિ પર્વની શરૂઆત થાય છે. એકપણ તિથિની વધ-ઘટ નહીં હોવાને કારણે પૂરા નવ દિવસ ભાવિકો મા આદ્યશક્તિની આરાધના કરશે. બાળાઓ આજથી નવ દિવસ સુધી જુદા જુદા રાસ રજૂ કરશે.

આજથી નવલા નોરતાનો પ્રારંભ: નવ દિવસ ભાવિકો માતાજીની આરાધના કરશે આરાધના

કોરોનાના બે વર્ષ બાદ આ વખતે નવરાત્રિ મહોત્સવનું આયોજન થતા લોકો મન મૂકીને ઉજવણી કરવાના છે ત્યારે આ વખતે પ્રાચીન ગરબીમાં બાળાઓ તો અર્વાચીન રાસોત્સવમાં ખેલૈયાઓ ગરબે રમશે. નવલા નોરત શરૂ થતાં જ રાજકોટમાં સર્વત્ર રાસ- ગરબાની રંગત જામશે.

આજથી નવલા નોરતાનો પ્રારંભ: નવ દિવસ ભાવિકો માતાજીની આરાધના કરશે આરાધના

જો કે નવરાત્રિની પૂર્વ સંધ્યાએ રાજકોટમાં ઝાપટા પડતા ખેલૈયાઓ અને ગરબા આયોજકો ચિંતિત થયા છે. શહેરમાં રામનાથપરા ચોકમાં થતી ગરૂડ ગરબી, સોરઠીયાવાડી ચોક પાસે થતી પવનપુત્ર ગરબી તેમજ કરણપરા અને જંકશન સહિતની પ્રાચીન ગરબીઓમાં બાળાઓ માતાજીના ગરબા લઇ આદ્યશક્તિની આરાધના કરશે. જેમાં ભાગ લેતી 5 થી 15 વર્ષની બાળાઓને નવરાત્રિમાં દરરોજ પ્રસાદ અને લ્હાણી અપાશે.

 જ્યાં હજ્જારોની સંખ્યામાં લોકો બાળાઓનો અદ્ભૂત રાસ નિહાળવા આવશે. આ ઉપરાંત અર્વાચીન રાસોત્સવમાં યુવક – યુવતિઓ ટ્રેડીશનલ ડ્રેસમાં સજ્જ થઇ અવનવા ઢોલીવુડ-બોલીવુડ ગીતો પર ગરબા રમશે; સાથે જ નવરાત્રિના પ્રારંભે લોકો ઘરે ઘરે માતાજીના ગરબાની સ્થાપના કરશે.

જે બાદ નવ દિવસ સુધી ‘તું કાળી રે કલ્યાણી રે માં, જ્યાં જોવું ત્યાં જોગમાયા’ ઉપરાંત ‘પાવલી લઇને હું તો પાવાગઢ ગઇ તી’ સહિતના ગીતોનું ગાયન કરશે અને પુરૂષો તબલા, હાર્મોનિયમ, મંજીરા સહિતના વાજિંત્રો વગાડી માતાજીની આરાધના કરશે. આ વખતે નવરાત્રિમાં પોલીસ દ્વારા 12 વાગ્યા સુધી લાઉડસ્પીકર ચાલુ રાખવા મંજૂરી અપાઈ છે તો ખેલૈયાઓ માટે પણ આઈ કાર્ડ ફરજીયાત સહિતના નિયમો લાગુ કરાયા છે.

Read About Weather here

અર્વાચીન રાસોત્સવમાં આ વખતે ‘હાલ કાના મને દ્વારિકા દેખાડ કોડીલા કાન રે, હે વાલા રહી ના શકું તમ વિના’, ‘મારું મન મોહી ગયું ’, ‘વાગ્યો રે ઢોલ’, ‘મોતી વેરાણા ચોકમાં’ સહિતના ગીતો પર ખેલૈયાઓ થીરકશે.


બહેનોની રક્ષા માટે મહિલા પોલીસ ખાનગી ડ્રેસમાં રહેશે તૈનાત

રાસોત્સવ દરમિયાન ગરબાની મજા માણવા આવતી બહેનો, દીકરીઓ ઉપર કોઈ આવારા તત્વો નજર બગાડી છેડતી કરે તો તેવા લુખ્ખાઓને કાયદાનું ભાન કરાવવા માટે મહિલા પોલીસનો સ્ટાફ ખાનગી ડ્રેસમાં વોચમાં રહેશે અને આવા શખ્સો ઉપર બાજનજર રાખી દબોચી લઇ કાયદાનું ભાન કરાવશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here