આજથી ચોમાસુ સત્ર: ખેડૂતો-કોરોના-મોંઘવારી મુદ્દે વિપક્ષ બઘડાટી બોલાવશે

સોમવારથી સંસદૃના ચોમાસુ સત્રનો પ્રારંભ થઈ રહૃાો છે. 19 દિૃવસ ચાલનારા આ સત્રમાં વિવિધ મુદ્દે ભારે હંગામો મચે તેવી શકયતા છે. કોરોના, પેટ્રોલ-ડીઝલના ભાવ, ખેડૂતના પ્રશ્ર્નો, વેકસીનેશન સહિતના મુદ્દે ધબધબાટી બોલે તેવી શકયતા છે.

Subscribe Saurashtra Kranti here

સત્ર પૂર્વે સરકાર અને વિપક્ષ પોતપોતાની રણનીતિ ઘડવામાં વ્યસ્ત છે અને બેઠકોના દૃૌર શરૂ થયા છે. આ સત્રમાં સરકાર ૩૦ બીલ પસાર કરાવવા માંગે છે. આ સત્ર સવારે ૧૧ થી ૬ સુધી ચાલશે અને તે ૧૩ ઓગષ્ટે પુરૂ થશે.

બન્ને ગૃહોની બેઠક સવારે 11 વાગ્યે શરૂ થશે. આ સત્ર 13 ઓગષ્ટ સુધી ચાલશે. સત્ર દૃરમિયાન કોરોનાના પ્રોટોકોલનું પાલન કરવામાં આવશે. રોજ સાંજે ૬ વાગ્યા સુધી બેઠક ચાલશે.

આ સત્રમાં સરકાર 30 જેટલા ખરડાઓ પસાર કરાવવા માંગે છે. જેમાં 17 બીલ નવા હશે અને 13 સંશોધિત હશે.વિપક્ષે સરકારને ઘેરવાની તૈયારી કરી રહી છે તો વડાપ્રધાને મંત્રીઓને તમામ તૈયારીઓની સાથે સંસદૃમાં તેમની વાત રાખવાનું કહૃાું છે,

વડાપ્રધાને રાજ્યકક્ષાના પ્રધાનોને તેમના કેબિનેટ કક્ષાના પ્રધાનો સાથે બેઠક કરી મંત્રાલયના કામો કરવાનો નિર્દૃેશ આપ્યો છે.વટહુકમ દ્વારા ઇન્સોલ્વન્સી એન્ડ બેક્ધરપ્સી કોડ (સુધારા ) બીલ , ધ એસેન્શીયલ ડીફેન્સ સર્વિસ બીલ , અને કમિશન ફોર એર ક્વોલીટી મેનેજમેન્ટ ઇન દિૃલ્હી બીલ રજૂ કરવામાં આવશે.

આ ત્રણ બીલમાંથી આવશ્યક સંરક્ષણ બીલ ઉપર ધમાલ મચવાની પૂરી શક્યતા છે. કારણકે આ બીલમાં દૃેશભરમાં સેના માટે હથિયાર, દૃારૂગોળા અને ગણવેશ બનાવવાના કારખાનામાં હડતાળને ગેરકાનૂની ગણવામાં આવશે.

તેમજ હડતાળમાં સામેલ લોકોને 2 વર્ષ સુધીની જેલ પણ થઈ શકે છે આવી જોગવાઈને કારણે આ બીલનો વિરોધ થઈ શકે છે. સંઘ સાથે જોડાયેલા મજૂર સંઘે પણ આ બીલનો સખત વિરોધ કર્યો છે.

આ ઉપરાંત દિૃલ્હી એનસીઆર અને આજુ બાજુના વિસ્તારોમાં પરાળી સળગાવાના કારણે જે વાયુ પ્રદૃૂષણ ફેલાય રહૃાું છે. તેને રોકવા માટે પણ બીલ આવી રહૃાું છે, તેના પર પણ વિપક્ષ ભારે હંગામો મચાવી શકે છે.

દિૃલ્હી સરહદૃ પર વિરોધ કરી રહેલા ખેડૂતો પણ આ બીલનો વિરોધ કરી રહૃાાં છે. વીજ સુધારણા બીલ, ડિપોઝિટ વીમા અને ક્રેડિટ ગેરંટી કોર્પોરેશન બીલ, કોલસો બેિંરગ એરિયાઝ (એક્વિઝિશન) બીલ અને પેન્શન ફંડ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી જેવા કુલ મહત્વના ૧૪ બીલ રજુ કરવામાં આવશે.

આ ઉપરાંત લદૃાખમાં કેન્દ્રીય વિશ્ર્વ વિદ્યાલય સ્થાપવાની જોગવાઈ કરતું બીલ પણ પસાર કરવામાં આવશે. આ સાથે જ માનવ તસ્કરી, ખાસ કરીને બાળકો અને મહિલાઓની હેરાફેરી રોકવા માટે અને આ જઘન્ય કૃત્યમાં સામેલ લોકોને સખત સજા આપવાનું બીલ પણ આ જ સત્રમાં રજુ કરવામાં આવશે.

Read About Weather here

જુના બીલોમાં ડીએનએ ટેકનોલોજી બીલ, ડેટા પ્રોટેક્શન બીલ અને સિનિયર સિટીઝન બીલ પણ ખૂબ મહત્વપૂર્ણ છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleમોદી-પવારની મંત્રણાથી રાજકીય ગલીયારાંમાં વહેતી થયેલી અટકળ
Next articleઉમરગામમાં મેઘાની તોફાની બેટિંગ : 2 કલાકમાં 9 ઇંચ વરસાદ ખાબક્યો