0 થી 5 વર્ષના 1 લાખ 40 હજાર બાળકોનો આરોગ્ય ક્ષેત્રે સર્વે પૂરો કરાયો
પીડીયુમાં બાળકો માટે 100 બેડનો અલગ વોર્ડ હશે
કોરોનાની સંભવીત ત્રીજી લહેર આવે તો સૌથી વધુ બાળકો પર જોખમ છે. તે અનુંસધાને આજે રાજકોટ કલેકટર દ્વારા પત્રકાર પરિષદ યોજીને માહિતી આપતા જણાવ્યું હતું કે રાજકોટ જિલ્લામાં બાળકોના આરોગ્યનો સરવે પૂર્ણ કરવામાં આવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
કોરોનાની ત્રીજી વેવ સામે 14 પીડીયાટ્રીક હોસ્પિટલો તૈયાર કરાઇ છે 32 ડોકટરોની યાદી પણ તૈયાર છે અને પીડીયુમાં બાળકો માટે 100 બેડનો અલગ વોર્ડ હશે ઉપરાંત આગામી 10 દિવસ બાદ 8 થી 10 વર્ષના 2 લાખ બાળકોનો રાજકોટ જીલ્લામાં સર્વે હાથ ધરાશે
જિલ્લામાંથી કુલ 1.44 લાખ બાળકોના આરોગ્યની તપાસ કરવામાં આવી છે. જેમાંથી જરૂર જણાય તેવા બાળકોને આરોગ્ય કેન્દ્ર સહિત હોસ્પિટલમાં સારવાર અપાઈ છે. 260 બાળકોમાં વધુ લક્ષણો દેખાતા આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા છે. દરેક ગામોમાં 40 દિવસમાં 1થી 5 વર્ષના 1.44 લાખ બાળકોનો સરવે કરવામાં આવ્યો છે.
Read About Weather here
જેમાંથી જે બાળકોના આરોગ્યને લઈ થોડી સમસ્યા હોય તેવા 3959 બાળકને પ્રાથમિક સારવાર આપવામાં આવી હતી. જેમાં 2165 બાળકને સ્થળ પર અને 298 બાળકને હોસ્પિટલમાં ખસેડી સારવાર અપાઈ હતી. સાથે જ સરવેમાં 167 બાળક એવા પણ મળી આવ્યાં છે જેને અલગ-અલગ રોગગ્રસ્ત છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here