ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદની એન્ટ્રી થઈ ગઈ છે. ચોમાસાના પ્રારંભને પગલે ગાંધીનગર ખાતે વેધર વોચ ગ્રુપની મિટિંગ યોજાઈ હતી, જેમાં આગામી પાંચ દિવસમાં સમગ્ર ગુજરાતમાં હળવાથી મધ્યમ વરસાદ 5ડવાની સંભાવના વ્યક્ત કરાઈ હતી. એ ઉપરાંત રાજ્યમાં સમગ્ર ચોમાસા દરમિયાન 96થી 104 ટકા વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી હતી. 2021માં 32 ઈંચ સાથે 96.70 ટકા વરસાદ નોંધાયો હતો. એની સરખમાણીએ આ વખતે 104 ટકા વરસાદ થાય એવું અનુમાન છે.
Visit Saurashtra Kranti Homepage here
હવામાન વિભાગ દ્વારા આગામી પાંચ દિવસ રાજ્યભરમાં હળવાથી મધ્યમ વરસાદની પણ હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, ગાંધીનગર, આણંદ, અરવલ્લી, બનાસકાંઠા, ખેડા, મહીસાગર, મહેસાણા, પાટણ, સાબરકાંઠા, વડોદરા, ભરૂચ, નવસારી, સુરત, વલસાડ, કચ્છ તેમજ સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લામાં 30થી 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવવા ઉપરાંત ગાજવીજ સાથે વરસાદની સંભાવના છે.
ગાંધીનગરમાં વેધરવોચ ગ્રુપની બેઠકમાં હવામાન વિભાગના અધિકારીઓની સાથે કૃષિ વિભાગના અધિકારીઓ પણ જોડાયા હતા. તેમણે કહ્યું હતું કે ચાલુ વર્ષે 13 જૂન સુધીમાં અંદાજિત 2,53,029 લાખ હેક્ટર ખરીફ પાકોનું વાવેતર થયું છે. ગત વર્ષે સમાન સમયગાળા દરમિયાન 2,18,554 લાખ હેક્ટર વાવેતર થયું હતું. આ વર્ષે છેલ્લાં ત્રણ વર્ષની સરેરાશ વાવેતર વિસ્તારની સામે 2.93 ટકા વધુ વાવેતર થયું છે. સિંચાઇ વિભાગના અધિકારીએ કહ્યું હતું કે પસરદાર સરોવર જળાશયમાં 154915 ખઈઋઝ પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 46.37 ટકા છે. રાજ્યનાં 206 જળાશયોમાં 1,94,954 ખઈઋઝ પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશક્તિના 34.93 ટકા છે. હાલમાં રાજ્યમાં બે જળાશય વોર્નિંગ પર છે.
ઉત્તર અરબી સમુદ્ર અને એને અડીને આવેલા વિસ્તારોમાં સાઈક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થઈ દક્ષિણ પશ્ર્ચિમ તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમની અસરથી અમદાવાદ સહિત રાજ્યમાં 16-17 જૂને ગાજવીજ સાથે વરસાદની આગાહી છે. વિશેષ કરીને અમદાવાદમાં થંડરસ્ટોર્મની શક્યતા પણ છે. શહેરમાં હજુ વાતાવરણ વાદળછાયું રહેશે. બુધવારે ઉત્તર ગુજરાતના અરવલ્લી, ગાંધીનગર, સુરેન્દ્રનગર તેમજ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. રાજ્યના અનેક ભાગોમાં આગામી 4 – 5 દિવસ દરમિયાન હળવાથી મધ્યમ વરસાદની શક્યતા હવામાન વિભાગે વ્યક્ત કરી છે.
બે દિવસ પહેલાં રાત્રિના સમયે સુરતમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. જોકે ત્યાર બાદ વરસાદ નોંધાયો નથી. ત્યારે આજે ફરી વાતાવરણમાં પલટો આવ્યો છે. આજે સવારે વેસુ, ઉધના સહિતના વિસ્તારોમાં હળવો વરસાદ નોંધાયો હતો. ઝરમર વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે, જેથી લોકોએ બફારામાંથી રાહત અનુભવી છે.
સિદ્ધપુર શહેરમાં વહેલી સવારથી વરસાદી માહોલ સર્જાયા બાદ ધીમી ધારે ઠંડા પવન સાથે મુશળધાર વરસાદ શરૂ થવા પામ્યો હતો. થોડા સમય માટે વરસેલા મુશળધાર ઝાપટાંને લઇ શહેરના રોડ-રસ્તા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં હતાં.
Read About Weather here
વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરતાં શહેરીજનોએ ગરમીમાંથી થોડા અંશે રાહત અનુભવી હતી તેમજ બે દિવસથી પડી રહેલા વાવણીલાયક વરસાદથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી. પાટણ શહેર સહિત જિલ્લામાં બે દિવસથી વરસાદી માહોલ સર્જાયો છે. ત્યારે સિદ્ધપુર શહેરમાં વહેલી સવારે મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થવા પામી હતી, જેમાં વહેલી સવારથી શરૂ થયેલા વરસાદને લઇ વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here