ચારણ ગઢવી સમાજ-રાજકોટ દ્વારા
ખોડિયાર ગઢવી યુવક મંડળ દ્વારા તા.3 જાન્યુઆરીએ ખોડિયારનગર ખાતે કરાયું આયોજન: લોકગાયક કિર્તીદાન ગઢવીનું સન્માન કરાશે
ખોડિયાર ગઢવી યુવક મંડળ દ્વારા સોનલબીજની ઉજવણી કરવામાં આવશે. આ કાર્યક્રમ અંગે ‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની મુલાકાતે પધારેલા પ્રકાશભા ગઢવી, મહિપતભા ગઢવી, પ્રવિણભાઈ વડગામા, હમીરભા ગુઢડા, ભરતભાઈ નાગૈયા, કનુભા સાબા, શાંતિભાઇ રતન, કરશનભા બુદશી, દેવરાજ બળદા, રવિરાજ ગોલ, દેવરાજ બાવડા, હરેશભાઈ વડગામા, નારૂભા ભાંસડીયાએ માહિતી આવી હતી.
ચારણ ગઢવી સમાજ રાજકોટ દ્વારા આઈશ્રી સોનલમાંના 98 માં જન્મોત્સવની ધામધૂમપૂર્વક ઉજવણી ખોડિયારનગર ખાતે કરવામાં આવશે. છેલ્લા 28 વર્ષથી ખોડિયાર ગઢવી યુવક મંડળ-રાજકોટ દ્વારા સોનલબીજ ઉજવવામાં આવે છે.
Visit Saurashtra Kranti Homepage here
તા.3-1-2022 ને સોમવારે રાત્રીના 9 કલાકે લોકડાયરો યોજાશે. લોકડાયરાના કલાકારો હકાભા ગઢવી, હમીર ગઢવી, ગોવિંદભા પાલીયા, ખીમજીભાઈ ભરવાડ, ભરતદાન ગઢવી તેમજ યુવરાજ જયદેવભાઈ ગઢવી પોતાની આગવી શૈલીમાં કલાનું રસપાન કરાવશે.
આ પ્રસંગે માતાજી તેમજ સંતો પધારીને આશિર્વાદ આપશે. તા.4-1 ને મંગળવારે સવારે 8-30 કલાકથી શોભાયાત્રાનું પ્રસ્થાન કરવામાં આવશે.શોભાયાત્રા ગીતાનગર ગોંડલ રોડ, ગાયત્રી મંદિરથી ખોડિયારનગરમાં પ્રવેશ કરશે.
શોભાયાત્રા બાદ મહાઆરતી કરીને ત્યારબાદ જ્ઞાતિના તેજસ્વી વિદ્યાર્થીઓનું સન્માન, રોકડ પુરસ્કાર આપવામાં આવશે. જ્ઞાતિના તેજસ્વી તારલાઓને પ્રોત્સાહિત કરવામાં આવશે. બપોરે 12 કલાકે મહાપ્રસાદનું આયોજન કરાયું છે.
પ્રકાશભા ગઢવી (પ્રમુખ), મહિપતભા ગઢવી (ઉપપ્રમુખ), પ્રવિણભાઈ વડગામા (મંત્રી), હમીરભા ગુઢડા (સંગઠન મંત્રી), ભરતભાઈ નાગૈયા (સહમંત્રી), કનુભા સાબા (સહકાર્યકારી), શાંતિભા રતન, કરશનભા બુદશી, દેવરાજ બળદા, રવિરાજ ગોલ, દેવરાજ બાવડા,
હરેશભાઈ વડગામા, નારૂભા ભાંસડીયા વગેરે યુવાનો જહેમત ઉઠાવી રહ્યા છે. તા.4 જાન્યુઆરીના રોજ લોકગાયક કિર્તીદાન ગઢવીનું સન્માન કરવામાં આવશે. કિર્તીદાનના હસ્તે વિદ્યાર્થીઓનું સન્માન કરાશે.
Read About Weather here
કાર્યક્રમ અંગે વિશેષ માહિતી માટે પ્રકાશભા કવલ મો.93286 68900, મહિપતભા 99041 39394 અને પ્રવિણભા મો.9328775005 નો સંપર્ક કરવો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Visit Saurashtra Kranti Homepage here