માલવિયાનગર પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી રૂ. 72000 નો મુદ્દામાલ કબ્જે કર્યો
ગોંડલ રોડ પર આવેલા એસ.ટી વર્કશોપ પાછળ આંબેડકરનગરમાં માલવિયાનગર પોલીસે રહેણાંક મકાનમાં દરોડો પાડી 180 બોટલ વિદેશી દારૂ સાથે બુટલેગરની ધરપકડ કરી છે.
Subscribe Saurashtra Kranti here
આ અંગેની વિગત મુજબ આંબેડકરનગર શેરી.૯ માં રહેતો દીપક રમેશ દવેરા (ઉ.વ.28) નામના શખ્સે પોતાના રહેણાંક મકાનમાં દારૂનો જથ્થો ઉતારીયો હોવાની હકીકત મળતા માલવિયાનગર પોલીસ મંથકનાં
પી.એસ.આઈ વી.કે.ઝાલા સહિતનાં સ્ટાફે દરોડો પાડી આંબેડકરનગરમાં રહેતો દીપક રમેશ દવેરા નામના બુટલેગરને દબોચી લઇ તેના રહેણાંક મકાનમાંથી રૂ. 72000ની કિંમતનો 180 બોટલ દારૂનો જથ્થો કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
Read About Weather here
દારૂનો જથ્થો કોણ આપી ગયો અને કોણે આપવાનો હતો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી બુટલેગરને રિમાન્ડ પર લેવા તજવીજ હાથ ધરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here