આંગડીયા પેઢીના માલિકને છેતરનાર સહકર્મી લોકઅપમાં પુરાયો, મિત્રનો આપધાત

આંગડીયા પેઢીના માલિકને છેતરનાર સહકર્મી લોકઅપમાં પુરાયો, મિત્રનો આપધાત
આંગડીયા પેઢીના માલિકને છેતરનાર સહકર્મી લોકઅપમાં પુરાયો, મિત્રનો આપધાત

પૈસા કમાવવાની દોટમાં… ડમ્પરના લોનના હપ્તા ચૂકવવા આંગડીયા પેઢીના કર્મચારીએ રૂ.30 લાખની લૂંટનું તરકટ રચ્યું તુ: લૂંટની સ્ટોરી ઘડનાર સંજય પોલીસની પૂછપરછમાં ભાંગી પડયો : પૈસા રીકવરી કરવા આવેલી પોલીસથી બચવા કોળી યુવાને એસીડ પીતા જીવ ગુમાવ્યો20 દિવસ પૂર્વે જ વકીલે એસ.જી.આંગડિયા પેઢી ચાલુ કરીતી

શહેરના ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ પાસે રવેચી હોટલની બાજુમાં એસ.જી.એન્ટરપ્રાઇઝ નામની આંગડીયા પેઢી કર્મચારીને ધમકાવી રૂ.30 લાખની રોકડ ભરેલા થેલાની લૂંટની ઘટના બાદ રાજકોટ તાલુકા પોલીસ મથકના પીઆઈ જે.વી.ધોળા અને તેમની ટીમે ગણતરીના કલાકોમાં ભેદ ઉકેલી નખ્યો હતો.

Subscribe Saurashtra Kranti here

આંગડીયા પેઢી કર્મચારી લૂંટની સ્ટોરી ઊભી કરી તેના પિતરાઇને રોકડ ભરેલો થેલો મોકલાવી દીધાનું ખુલ્યું હતું. રાત્રીનાપોલીસ રોકડ કબજે કરવા નવાગામ કારખાને પહોંચી તો લૂંટના નાટકમાં ભૂમિકા ભજવનાર આંગડીયા પેઢી કર્મચારીના ભાઈ કેતનએ પોલીસને જોતા જ એસિડ પી લીધું હતું. જેનું સારવાર દરમિયાન મોત થયું છે.

બીજી તરફ પોલીસે આ લુંટની ખોટી સ્ટોરીનું તરકટ રચનાર સુત્રધાર આંગડીયા પેઢી કર્મચારીની પુછપરછ કરતા તણે ખરીદેલા ડમ્પરના હપ્તા ચડી જતા લોકડાઉનમાં ધંધો નહી થતા ડમ્પરના હપ્તા ચુકવવા પોતાના શેઠના રૂ.30 લાખની રોકડ ઉપર દાનત બગાડી લુંટનું તરકટ રચ્યું હતું જેમાં તેના પિતરાઈ ભાઈનો ભોગ લેવાઈ જતા અરેરાટી વ્યાપી ગઈ છે.

તાલુકા પોલીસે આ મામલે મવડી 150 ફુટ રીંગ રોડ પર બાલાજી હોલ નજીક રવેચી હોટેલ પાસે એસ. જી. એન્ટરપ્રાઇઝ નામે આંગડિયા પેઢી ચલાવતા અને વકિલાત પણ કરતાં નિલેષભાઇ મનસુખલાલ ભાલોડી (પટેલ) (ઉ.વ.40-રહે. 150 રીંગ રોડ માધવ રેસિડેન્સી ફ્લેટ નં. 302, સુખસાગર સોસાયટી સામે)ની ફરિયાદ પરથી 150 રીંગ રોડ કુંજન ટાઉનશીપ સામે બાંસુરી પેલેસ એ-વીંગ ફલેટ ન. 32માં રહેતાં અને પોતાની પેઢીમાં કામ કરતાં

સંજય અંબાવીભાઇ ભીમાણી સામે આઇપીસી 381, 406 મુજબ ગુનો દાખલ કર્યો છે.લૂંટનું કરકટ રચનાર આંગડીયા પેઢીના કર્મચારીને ગણતરીની કલાકોમાં તાલુકા પોલીસે ઝડપી લઇ લૂંટનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

જયારે પૈસાની રીકવરી કરવા જતા કોળી યુવાને એસીડ પી આપધાત કરી લેતા પરીવારમાં અરેરાટી મચી જવા પામી હતી અને જે અંગેની બન્ને તસ્વીરો ઉપરોકત જોઇ શકાય છે.

રાજકોટમાં 150 ફૂટ રિંગ રોડ ઉપર માધવ રેસીડન્સી લેટ નં.302 સુખસાગર સોસાયટી સામે રહેતા એડવોકેટ નિલેશભાઇ મનસુખલાલ ભાલોડી (ઉ.વ.40 )એ 20 દિવસ પૂર્વે જ ગત તા 1 જુલાઈના ના રોજ 150 ફૂટ રીંગ રોડ પર આવેલ બાલાજી ચોકમાં એસ.જી.આંગડિયા પેઢી શરુ કરી હતી.

Read About Weather here

જેમાં સંચાલક નીલેશ ભોલોડી સાથે જેન્તીભાઇ ભીમાણી અને સંજયભાઇ અંબાવીભાઇ ભીમાણી એસ.જી.આંગડિયા પેઢીનું કામકાજ ચલાવે છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here