અહીં રોકાયા તો ભૂખે મરી જઈશું : મજૂર…!

અહીં રોકાયા તો ભૂખે મરી જઈશું : મજૂર...!
અહીં રોકાયા તો ભૂખે મરી જઈશું : મજૂર...!
મુંબઈમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના 20 હજારથી વધુ કેસ પ્રકાશમાં આવ્યા છે. કોરાનાની પ્રથમ લહેરમાં અચાનક લોકડાઉન પછી કામ-ધંધા ઠપ થયા પછીથી મોટા શહેરોમાંથી ઘરે પરત ફરનારા પ્રવાસીઓની તસ્વીરો આપણે બધાએ જોઈ છે. મહામારીની ત્રીજી લહેરમાં એક વખત ફરી આવો નજારો જોવા મળી રહ્યો છે. મુંબઈમાં લોકડાઉનના ડરથી પ્રવાસી મજૂર રેલવે સ્ટેશન પર મોટી સંખ્યામાં ભેગા થયા છે.

Visit Saurashtra Kranti Homepage here

બધાની કોશિશ એવી છે કે કઈ રીતે લોકડાઉન જાહેર થતા પહેલા ઘરે પહોંચી જવાય.મુંબઈના કુર્લાના લોકમાન્ય તિલક ટર્મિનલથી જ ઉત્તરપ્રદેશ અને બિહાર જતી મોટાભાગની ટ્રેન ઉપડે છે. મુંબઈના પ્રવાસીઓમાં મોટી સંખ્યા આ જ વિસ્તારના લોકોની છે.

એવામાં લોકમાન્ય ટર્મિનલ પર ગુરુવારના રાતના 8 વાગ્યાથી જ ભીડ વધવા લાગી હતી. તેમાં મોટાભાગના મજૂર વર્ગન લોકો હતા, જે શુક્રવાર સવારની ટ્રેન માટે લોકડાઉનના ડરથી મોડીરાતે જ સ્ટેશન પહોંચ્યા હતા. તેમનું કહેવું હતું કે જો તે રોકાયા તો ભૂખમરાનો સામનો કરવો પડશે. એવામાં અહીં રોકાઈને શું કરશે.

અમે ગુરુવારે રાતે 9 વાગ્યાથી શુક્રવારે સવારે 9 વાગ્યા સુધી લોકમાન્ય તિલક સ્ટેશન પર રહ્યાં હતા. રાતથી ભીડ વધવાનો સીલસીલો શરૂ થયો છે, જે સવારે પણ ચાલુ છે. ધીરેધીરે રાતે ભીડ વધવા લાગી. માથા પર બેગ, એટેચી, ડોલ લઈને મજૂર લોકો લોકોમાન્ય તિલક ટર્મિનલ પર પહોંચવા લાગ્યા. મોટાભાગની ટ્રેન સવારે 5.25 વાગ્યા કે તે પછીની હતી. જોકે લોકો લોકડાઉનના ડરના કારણે રાતે જ સ્ટેશને પહોંચી ગયા હતા.

સ્ટેશનની અંદર જવા લાગ્યા તો પોલીસે અંદર ન જવા દીધા. પોલીસે તેમને ડંડા બતાવ્યા અને કહ્યું જો જવું જ હતું તો શાં માટે બિહાર-UPથી આવી જાવ છો. બિચારા લાચાર મજૂર સ્ટેશનની સામે બેસી ગયા. ટ્રેન સવારની હતી. રાતે પહોંચ્યા તો ચિંતા ટિકિટની હતી. ટિકિટ કોઈની પાસે નથી. બધાએ પ્લાન બનાવ્યો કે જનરલ ડબ્બામાં ચઢી જઈએ. TC આવશે તો ચલણ ફડાવી લઈશું. આ વાત નક્કી કરીને મજૂર પ્લેટફોર્મ તરફ વધ્યા હતા.

જેમ-જેમ રાત પસાર થતી ગઈ લોકમાન્ય તિલક સ્ટેશનની બહાર UP-બિહારના ઘણા બધા લોકોની ભીડ થવા લાગી હતી. ભૂખ્યા અને તરસ્યાં બધા એ જ ચિંતામાં હતા કે કઈ રીતે ઘરે પહોંચી શકાય. કોઈ આડું પડ્યું હતું, તો કોઈ બેઠું હતું. બધાની વાતો, ચહેરા અને આંખોમાં એક જ સવાલ હતો કે ઘરે ક્યારે પહોંચીશું? આ સમયે મોટાભાગના મજૂરોની પાસે ટિકિટ કે ખાવાનું નહોતું.

સ્ટેશનની બહાર ઉભેલા દરેક વ્યક્તિને ટિકિટ અને ટ્રેનની ચિંતા હતી. તેમને સ્થિતિ વિશે સમજાવનાર કોઈ નહોતું. પોલીસની પાસે જાય તો તેમને ડંડા ખાવા પડે છે. પ્રવાસી મજૂરો એ વાતને લઈને હેરાન છે કે લોકોની સુરક્ષા માટે જવાબદાર પોલીસ અંતે લોકોને ડંડા શાં માટે મારી રહી છે. સ્ટેશન પર પણ એ જ જાહેરત થઈ રહી છે કે ટિકિટ ન ધરાવતા લોકો પરત આવી જાય.

ભૂખ્યા અને તરસ્યાં લોકોના ચહેરા પર એક જ વાતની ચિંતા દેખાઈ હતી. લોકોડાઉનમાં ન ફસાવાય અને આરામથી ઘરે પહોંચી જવાય. કોઈ આરામ કરતુ હતું તો કોઈ જાગતું હતું. કેટલાક ડરના કારણે જાગતા હતા, જેથી કોઈ સામાન ન લઈ જવાય. અહીં કેટલાક આરામ કરી રહેલા લોકોને પોલીસે જઈને ડંડા માર્યા હતા અને કહ્યું હતું ઉઠો આ તમારું ઘર નથી. તે પછીથી બધા ડરના કારણે જાગતા જ રહ્યાં હતા.

ચિંતા, ડર અને મજબૂરીની વચ્ચે સવારે 4 વાગી ગયા અને સ્ટેશનની સામે લોકોની ભીડ જામ થઈ ગઈ હતી. સવારે 4.15 વાગ્યે ગેટ ખુલ્યો અને મજૂરોને એન્ટ્રી મળી હતી. લગભગ 4.30 વાગ્યે બધાને પ્લેટફોર્મ પર જવાની પરવાનગી મળી. જેવા મજૂર અંદર પહોંચ્યા તો અફરાતફરી સર્જાઈ હતી. બધા આમતેમ જનરલ ડબ્બાને શોધવા ભાગ્યા લાગ્યા હતા.

સ્ટેશનની બહાર અને અંદર કોઈ પણ પ્રકારનું સ્ક્રેનિંગ થઈ રહ્યું નહોતું. આ સિવાય કોઈ સોશિયલ ડિસ્ટન્સિંગ પણ દેખાઈ રહ્યું નહોતું. ઘણા લોકોએ માસ્ક પણ પહેર્યું નહોતું. ઘણા લોકો ટિકિટ વગર જ ટ્રેનમાં સવાર થઈ ગયા હતા. જો કદાચ લોકડાઉનની સ્થિતિ સર્જાય તો હાલ તો સ્ટેશન પર એવી કોઈ વ્યવસ્થા દેખાઈ રહી નથી, જે મુશ્કેલ સ્થિતિમાંથી આપણને ઉગારી શકે. હાલ સ્ટેશન પર ડોક્ટર પણ હાજર નથી.

Read About Weather here

આ સિવાય સોશિયલ ડિસ્ટન્સિંગનું પણ પાલન થઈ રહ્યું નથી. મજૂરોનું પણ કોઈ ટેસ્ટિંગ હાલ થઈ રહ્યું નથી.થોડી જ મિનિટોમાં ડબ્બાં ફુલ ભરાઈ ગયા હતા. એવામાં યુપી-બિહાર તરફ જઈ રહેલી આ ટ્રેન કોરોનાની સુપર સ્પ્રેડર બની શકે છે.લોકોના ડર અને પલાયનનો આ સિલસિલો ચાલુ છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here