અસાની વાવાઝાડું પડશે નબળું…!

અસાની વાવાઝાડું પડશે નબળું…!
અસાની વાવાઝાડું પડશે નબળું…!
જેના કારણે દરિયા કિનારાના વિસ્તારોમાં ભારે પવન ફુંકાયો અને હળવોથી મધ્યમ વરસાદ વરસ્યો. વાવાઝોડું અસાની આંધ્રપ્રદેશ અને ત્યારબાદ ઓડિશાના દરિયા કિનારાની નજીક પહોંચ્યું. હવામાન વિભાગે જણાવ્યું હતું કે અસાની વાવાઝોડુ તીવ્ર બન્યું હતું અને ઉત્તર તટીય આંધ્ર પ્રદેશ તરફ આગળ વધ્યું હતું અને આ દરમિયાન આ વિસ્તારમાં 85 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

હવામાન વિભાગ પ્રમાણે ગુરુવાર સુધીમાં વાવાઝોડુ વધુ નબળું પડવાની અને નીચા દબાણવાળા વિસ્તારમાં પરિવર્તિતિ થવાની સંભાવના છે. હવામાન વિભાગે કહ્યું કે આ વાવાઝોડુ સમુદ્રમાં જ સમાઈ જવાની સંભાવના છે. જો કે વાવાઝોડાના કારણે ઓડિશા અને આંધ્ર પ્રદેશના દરિયાકિનારે દરિયો તોફાની બન્યો છે.ઓડિશા સરકારે દક્ષિણના પાંચ જિલ્લા મલકાનગિરી, કોરાપુટ, રાયગડા, ગંજમ અને ગજપતિમાં હાઈ એલર્ટ જાહેર કર્યું છે.

Read About Weather here

ચક્રવાતની અસર આ વિસ્તારોમાં દેખાઈ શકે છે. . આ ઉપરાંત કેન્દ્રની નેશનલ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સ એ અસરગ્રસ્ત વિસ્તારોમાં બચાવ અને રાહત કામગીરી હાથ ધરવા માટે કુલ 50 ટીમો તૈનાત કરી છે.ઓડિશા ડિઝાસ્ટર રેપિડ એક્શન ફોર્સની 60 ટુકડી અને ફાયર બ્રિગેડની 132 ટીમો તૈનાત કરવામાં આવી છે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here