અશાંતધારા અંગે કલેકટરની મહત્વપુર્ણ સ્પષ્ટતા, લોન અને મોરગેજના કિસ્સામાં પૂર્વ મંજુરી જરૂરી નહીં

18
ASHANTDHARA-COLLECTER-અશાંતધારા
ASHANTDHARA-COLLECTER-અશાંતધારા

Subscribe Saurashtra Kranti here.

વાંકાનેર સોસાયટી શેરી નં.3 પાસે એમનું મકાન અશાંતધારા વિસ્તારમાં આવે છે

સેંકડો પરીવારોને રાહત: મિલકત માટે બેંકીંગ કામગીરીમાં ધારો નડશે નહીં

રાજકોટના વોર્ડ નં.2માં ગ્રાંધીગ્રામ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રાજય સરકારે ગત તા.13 જાન્યુઆરી 2021થી લાગુ કરેલા અશાંતધારાની જોગવાઇઓના અમલ વિશે આજે રાજકોટ જિલ્લા કલેકટર રેમ્યા મોહન દ્વારા મહત્વ પુર્ણ સ્પષ્ટા કરવામાં આવતા સેંકડો પરીવારોને ભારે રાહત થઇ ગઇ છે. કોઇ મિલકત પર લોન લેવા માટે કે ગીરો મુકવા માટેની બેંકીંગ લગતી કોઇ કામગીરી માટે અગાઉથી કોઇ પરમીસન લેવાની રહેશે નહીં એવું કલેકટરે જાહેર કર્યુ છે. ગુજરાત અશાંતધારા અધિનીયમની કલમ 9માં સ્થાવર મિલકતની કેટલીક તબદીલીને નિયમ લાગુ પડશે નહીં. એવી કલેકટર દ્વારા સ્પષ્ટા કરવામાં આવી છે.

રાજકોટના એક શહેરીજનની મિલકત તબદીલી કિસ્સામાં રજૂઆત બાદ કલેકટરની યાદીમાં જણાવ્યું છે કે, અશાંતધારા મુજબ એ વિસ્તારમાં આવતી મિલકતના વેંચાણ માટે કલેકટરની પૂર્વ મંજુરી ફરજીયાત છે પરંતુ ગીરોખત છોડાવવા કે મુકવા માટે સબ રજીસ્ટાર દ્વારા કલેકટરની પૂર્વ મંજુરીનો કાગળ માંગવામાં આવતો હોવાની રજૂઆતો કલેકટરને મળી છે. એટલે સ્થાવર મિલકતની કેટલીક તબદીલીને આ નિયમ લાગુ પડશે નહીં તેવી સ્પષ્ટા કરવામાં આવે છે. જે પ્રમાણે કલમ 4 અને 5ની જોગવાઇઓ નાણાકીય સંસ્થાઓની તરફેણમાં તેવી નાણાકીય સંસ્થાઓ પાસેથી લોન મેળવવા ગીરો દ્વારા અશાંતવિસ્તારમાં આવેલ કોઇ સ્થાવર મિલકતની તબદીલીને લાગુ પડશે નહીં. જેની નોંધ લેવા જિલ્લા કલેકટર દ્વારા તાકિદ કરવામાં આવી છે.

વાંકાનેર સોસાયટીમાં રહેતા એડવોકેટ અનીલ.એલ.ટીમાણીયાની યાદીમાં જણાવ્યું છે કે, વાંકાનેર સોસાયટી શેરી નં.3 પાસે એમનું મકાન અશાંતધારા વિસ્તારમાં આવે છે. જેની હોમલોન ચાલુ હોવાથી અને તેના પર ટોપઅપ લોન લેવાની હોવાથી મોરગેજ કરવા સબ રજીસ્ટાર કચેરી ઝોન નં.3 નોંધણી કરાવવા જતા કચેરીએ ના પાડી હતી. અને અશાંતધારામાં મકાન હોવાથી આવી મિલકત નોંધવી નહીં એવો પરીપત્ર બતાવ્યો હતો. આથી નિરિક્ષક પાસે જઇ જોરદાર રજૂઆત કરવામાં આવી હતી કે, કલમ-9 મુજબ બેંકીંગ ક્ષેત્રને લગતી લોન વગેરે કામગીરીમાં કલેકટરની પૂર્વ મંજુરી લેવાની રહેતી નથી. નિરિક્ષકે રજૂઆત છતાં ના કહી દીધી હતી. આથી અરજદારે કલેકટરમાં અરજી કરી હતી અને રજુઆત કરી હતી. જેના આધારે કલેકટરે મહત્વની સ્પષ્ટા કરી છે કે, અશાંતધારા વિસ્તારમાં પણ મિલકત પર બેંકીંગને લગતી કામગીરીમાં કલેકટરની મંજુરી લેવાની જરૂરી નથી.

Read About Weather here

અશાંતધારો લાગુ થયો ત્યારથી તેની જોગવાઇઓ અંગે આ વિસ્તારના જેટલા મિલકત ધારકો છે એ તમામને કોઇને કોઇ કારણે મુંઝવણ ઉભી થતી રહેતી હતી. અગાઉ પણ કલેકટરે સ્પષ્ટ જાહેર કર્યુ હતું કે, એક જ્ઞાતી કે કોમના લોકો અરસ પરસ મિલકતોનું ખરીદ-વેચાણ કરી શકે છે. ત્યાર બાદ મિલકત પર લોન હોય તો અથવા લેવી હોય તો શું કરવું એ અંગે મિલકતધારકો ખુબ મુંઝાતા હતા પણ આજે કલકટરે ચોખવટ કરતા એમને રાહત થઇ ગઇ છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here