અર્બન ફોરેસ્ટ રામવન પ્રોજક્ટની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ

અર્બન ફોરેસ્ટ રામવન પ્રોજક્ટની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ
અર્બન ફોરેસ્ટ રામવન પ્રોજક્ટની સ્થળ મુલાકાત લેતા પદાધિકારીઓ

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આજીડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં નિર્માણ પામી રહેલ

અર્બન ફોરેસ્ટમાં ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોના સ્કલ્પચરો નિર્માણ થશે

રાજકોટ શહેરના શહેરીજનોને શહેરથી દુર ટ્રાફિક તેમજ પ્રદુષણથી મુક્ત એક રમણીય તથા કુદરતી વાતાવરણ મળી રહે તેવા શુભ આશયથી મુખ્યમંત્રીએ આજીડેમ પાસે ડાઉન સ્ટ્રીમ વિસ્તારમાં આશરે 47 એકર જમીન પર અર્બન ફોરેસ્ટ રામવન ની ભેટ આપેલ છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અર્બન ફોરેસ્ટ રામવન પ્રથમ ફેઇઝમાં રૂ. 7.69 કરોડના ખર્ચે સિવિલ કામોની કામગીરી ચાલુ છે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

આ ઉપરાંત ભગવાન શ્રીરામના જીવન પ્રસંગોને ધ્યાનમાં રાખી રૂ.1.61 કરોડના ખર્ચે સ્કલ્પચરો બનાવવાની કામગરી હાથ ધરવામાં આવેલ છે. જેના અનુસંધાને આજે મેયર ડો.પ્રદિપ ડવ, પ્રદેશ અગ્રણી નીતિનભાઈ ભારદ્વાજ, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા, શાસક પક્ષ નેતા વિનુભાઈ ઘવા, બાગ બગીચા કમિટી ચેરમેન અનિતાબેન ગોસ્વામી, ડે.કમિશનર આશિષ કુમાર, એ.આર. સિંઘ, એડી. સિટી એન્જી. વાય. કે. ગોસ્વામી, ટાઉન પ્લાનીંગ અધિકારી સાગઠીયા, ગાર્ડન એન્ડ પાર્કસના ડિરેક્ટર ડો. હાપલીયા, પી.એ. ટુ કમિશનર વિગેરેએ સ્થળ મુલાકાત લીધી હતી.

એજન્સી દ્વારા તેમના વર્કશોપમાં નિર્માણ પામી રહેલ સ્કલ્પચરો જેવા કે, જટાયુ ગેઈટ, હનુમાનજી, રામ-સીતા, લક્ષ્મણ, રામ તથા કેવટ, રામ-લક્ષ્મણ તથા શબરી, રામ-સીતા વનવાસ, વિગેરેનું 80% કામ પૂર્ણ થયેલ છે. તેમજ અન્ય સ્કલ્પચરનું પ્રેઝન્ટેશન પણ નિહાળવામાં આવ્યું હતું.

અર્બન ફોરેસ્ટ રામવન માં એડમીન ઓફીસ, સાઈકલ ટ્રેક, વોકિંગ ટ્રેક, ગઝેબો, કુદરતી પાણીના સ્ત્રોતોનું નવિનીકરણ, પાથ-વે તેમજ પુલ અને રેલીંગ, પાણીના પરબ, ટોઇલેટ બ્લોક્સ, બાળકો માટે પ્લેગ્રાઉન્ડ, એક્ઝીબીશન એરિયા માટે પ્લેટફોર્મ, જુદા જુદા પ્રકારના પથ્થરો તેમજ અન્ય મટીરીયલનો ઉપયોગ કરીને પાથ-વે, ઓપન એર એમ્ફી થીયેટર, વિવિધ પ્રકારની બેન્ચીસ, રોડ જંકશન આઈલેન્ડ, સોલાર લાઈટ્સ વિગેરે સુવિધા ઉપલબ્ધ થશે.

Read About Weather here

આગામી ડિસેમ્બર માસમાં રામવન નું લોકાર્પણ કરવાનું આયોજન છે. જેથી સ્કલ્પચરો બનાવી રહેલ એજન્સીને ઝડપથી કામગીરી પૂર્ણ કરવા સુચના આપવામાં આવેલ. રામવન ડેવલપ થતા રાજકોટના શહેરીજનોને એક નવું નજરાણું મળશે અને ભગવાન શ્રીરામના જીવન ઝરમરના સ્કલ્પચરોથી નવી પેઢીને પ્રેરણા મળશે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here