અર્થતંત્ર માટે 1991 કરતા વધુ કઠીન સમય : મનમોહનસિંઘ

અર્થતંત્ર માટે 1991 કરતા વધુ કઠીન સમય : મનમોહનસિંઘ
અર્થતંત્ર માટે 1991 કરતા વધુ કઠીન સમય : મનમોહનસિંઘ

ખુશ થવાનો નહીં પણ વિચાર કરવાનો સમય પૂર્વ વડાપ્રધાનની લાલબત્તી: કરોડો લોકોએ નોકરીઓ ગુમાવી છે, કોંગ્રેસ શાસનમાં થયેલા સુધારાઓની પ્રશંસા

ભુતપૂર્વ વડાપ્રધાન અને વિશ્ર્વ વિખ્યાત અર્થશાસ્ત્રી ગણાતા ડો.મનમોહનસિંઘે આજે સ્પષ્ટ ચેતવણી આપી છે કે, દેશના અર્થતંત્ર માટે 1991 કરતા પણ વધુ ખરાબ સમય આવી રહયો છે.

Subscribe Saurashtra Kranti here

સરકારે આ માટે તૈયાર રહેવું પડશે. કેમ કે, જે પ્રકારનો પડકાર આવી રહયો છે એ જોતા ખુશ થવાનું બલકે વિચાર કરવાનો સમય આવી ગયો છે. તેમણે પરોષ રીતે સરકારને તેની જવાબદારીઓ જણાવી હતી.

સરકારને સાવઘ કરતા ડો.સિંઘે જણાવ્યું હતું કે, 1991ની મુશ્કેલીઓ કરતા પણ વધુ ખરાબ સમય આવી રહયો છે. એક રાષ્ટ્ર તરીકે આપણે આપણી પ્રાથમીકતાઓને ફરીથી નક્કી કરવાની જરૂર છે

તો જ દરેક ભારતીય માટે સ્વસ્થ અને ગૌરવ પૂર્ણ જીવન સુનિશ્ર્ચિત કરી શકાશે. પૂર્વ વડાપ્રધાને કહયું હતું કે, કોરોનાએ સર્જેલા વિનાસ અને કરોડો નોકરીઓ ગુમાવવાની પરિસ્થિતિથી હું ખુબ જ દુ:ખી છું.ડો.મોનમહનસિંઘ 2004 થી 2014 સુધી વડાપ્રધાન હતા

એ પહેલા 1991માં નર્સીહરાવની સરકારમાં નાણામંત્રી પદે હતા. એ વખતે એમણે દેશના આર્થીક ઉદારી કરણના માર્ગને ખુલ્લો કરતું બજેટ આપ્યું હતું. એ ઐતિહાસીક બજેટને આજે 30 વર્ષ પુરા થયા છે.

ત્યારે પોતાના વિચારો વ્યકત કરતા ડો.સિંઘે જણાવ્યું હતું કે, 30 વર્ષ પહેલા કોંગ્રેસે અર્થતંત્રમાં મહત્વ પુર્ણ સુધારા શરૂ કર્યા હતા. દેશની આર્થીક નીતિ માટે એક નવો જ રસ્તો તૈયાર કરવામાં આવ્યો હતો.

એ પછીની સરકારોએ કોંગ્રેસે બતાવેલા માર્ગનું જ અનુસરણ કર્યુ છે. તેના કારણે આજે આપણી ગણના વિશ્ર્વની સૌથી મોટી અર્થ વ્યવસ્થામાં થાય છે. તેમણે ઉર્મેયું હતું કે, હું નસીબદાર છું કે, મને કોંગ્રેસના ધણા સાથી દારો સાથે મળીને સુધારાની આ પ્રક્રિયાની ભુમિકાને પણ ભજવી છે.

મને આનંદ અને ગર્વ છે કે, છેલ્લા 3 દાયકામાં જબરદસ્ત આર્થીક પ્રગતિ થઇ છે. આ સમયમાં 30 કરોડ ભારતીયો ગરીબીમાંથી બહાર આવ્યા છે. કરોડો નવી નોકરીઓનું સર્જન થયું છે.

ડો.સિંઘે સરકારને સંકેત આપતા સુચક વાત કરી હતી કે, 1991માં મેં નાણામંત્રી તરીકે ફ્રેન્ચ કવી વિકટર હ્યુગોની એક કવિતા ટાંકી હતી જે કહે છે કે, પૃથ્વી પરની કોઇ શકિત એ વિચાર રોકી શકતી નથી જેનો સમય આવી ગયો હોય છે.

Read About Weather here

એક રાષ્ટ્ર તરીકે આપણે અમેરીકી કવી રોબર્ટ ફ્રોસ્ટની એક કવિતા યાદ રાખવી જોઇએ કે, આપેલા વચનો પુરા કર્યા પછી અને માયલની યાત્રા કર્યા પછી આરામ કરવાનો રહેશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here