અર્જુન કપૂરનું ટ્રાન્સફોર્મેશન…!

અર્જુન કપૂરનું ટ્રાન્સફોર્મેશન…!
અર્જુન કપૂરનું ટ્રાન્સફોર્મેશન…!
બોલિવૂડ સ્ટાર્સ પોતાની ફિટ બૉડીને કારણે ચાહકોમાં લોકપ્રિય હોય છે. અર્જુન કપૂરે બોલિવૂડ ડેબ્યૂ કર્યું તે પહેલાં તેણે 50 કિલો જેટલું વજન ઘટાડ્યું હતું. હવે ફરી એકવાર અર્જુને વજન ઘટાડ્યું છે. નોંધનીય છે કે આ પહેલાં અર્જુન કપૂરની બહેન અંશુલાનું ટ્રાન્સફોર્મેશન ચર્ચામાં રહ્યું હતું. તે છેલ્લાં બે વર્ષથી વજન ઘટાડવાનો પ્રયાસ કરતી હતી.અર્જુન કપૂરે સો.મીડિયામાં બે તસવીરો શૅર કરી છે. એક તસવીરમાં અર્જુન કપૂર એકદમ ફિટ જોવા મળે છે, જ્યારે બીજી તસવીરમાં તે જાડો જોવા મળ્યો હતો. એક તસવીરે મે, 2022ની છે અને બીજી તસવીર ફેબ્રુઆરી, 2021ની છે.અર્જુન કપૂરે તસવીરો શૅર કરીને કહ્યું હતું, ’15 મહિના મેં મારી જાત પર કામ કર્યું.

Visit Saurashtra Kranti Homepage here

અર્જુન કપૂરનું ટ્રાન્સફોર્મેશન…! અર્જુન કપૂર

હવે સારું ફિલ થઈ રહ્યું છે. હું પછી આ પોસ્ટ ડિલિટ કરીશ નહીં, કારણ કે મને આ જર્ની પર ઘણો જ ગર્વ છે.’ વધુમાં અર્જુને કહ્યું હતું, ‘ફેબ્રુઆરી, 2021થી મે, 2022 સુધી આ બધું કરવું મારા માટે ઘણું જ મુશ્કેલ હતું અને હું ખુશ છું કે હું આ રસ્તે અડગ રહ્યો. હું માનું છું કે આ ટ્રેક ઘણો જ મુશ્કેલ હતો, અત્યારે પણ છે, પરંતુ છેલ્લાં 15 મહિનામાં મને જે ફિલ થયું તે ઘણું સારું રહ્યું. આશા છે કે આગળ પણ આમ જ રહેશે.’અર્જુને છેલ્લે કહ્યું હતું, ‘સો.મીડિયામાં પોતાના પ્રત્યે પ્રેમ વ્યક્ત કરતાં તે લોકો હવે મારા માટે મન્ડે મોટિવેશન નથી, હું જ મારી જાતને મોટિવેટ કરીશ. આ હું છું, જેવો પણ છું, આ હું જ છું (છાતીના વાળ સાથે)’અર્જુન કપૂરની આ પોસ્ટ પર ચાહકો તથા સેલેબ્સે કમેન્ટ્સ કરી હતી.

Read About Weather here

અર્જુન કપૂરનું ટ્રાન્સફોર્મેશન…! અર્જુન કપૂર

પરિણીતીએ કહ્યું હતું, ‘બાબા બહુ જ સારો.’ રણવીર સિંહે કહ્યું હતું, ‘હાય ગરમી.’ અર્જુનના ટ્રેનરે કમેન્ટ કરી હતી, ‘પોતાને જુઓ, મને આજે તમારી પર ગર્વ છે.’ ક્રિતિ સેનને કહ્યું હતું, ‘સરસ.’અર્જુન કપૂરને 2020માં સપ્ટેમ્બર મહિનામાં કોરોના થયો હતો. ત્યારબાદ ડિસેમ્બર, 2021માં બીજીવાર ચેપ લાગ્યો હતો. બંને વખત અર્જુન કપૂર હોમ આઇસોલેશનમાં રહ્યો હતો.અર્જુન કપૂર પોતાનાથી 12 વર્ષ મોટી એક્ટ્રેસ મલાઈકા અરોરાને ડેટ કરે છે. મલાઈકા ફિટનેસ માટે જાણીતી છે.તે હવે ‘એક વિલન રિટર્ન્સ’, ‘કુત્તે’ તથા ‘ધ લેડી કિલર’માં જોવા મળશે.હવે અર્જુન કપૂર પર પણ આની અસર જોવા મળી છે.અર્જુન કપૂરના વર્કફ્રન્ટની વાત કરીએ તો તે છેલ્લે ‘ભૂત પોલીસ’માં જોવા મળ્યો હતો.

અર્જુન કપૂરનું ટ્રાન્સફોર્મેશન…! અર્જુન કપૂર
અર્જુન કપૂરનું ટ્રાન્સફોર્મેશન…! અર્જુન કપૂર

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here