અરવિંદ કેજરીવાલને કોરોના પોઝીટીવ

અરવિંદ કેજરીવાલને કોરોના પોઝીટીવ
અરવિંદ કેજરીવાલને કોરોના પોઝીટીવ
અરવિંદ કેજરીવાલે એક દિવસ પહેલા જ ઉતરાખંડના દહેરાદૂનમાં હજારો લોકોની હાજરીમાં સભા કરી કરી હતી. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને કોરોના થયો છે. તેમણે સવારે 8.11 વાગ્યે ટ્વીટ કરીને આ વાતની જાણ કરી છે.

Visit Saurashtra Kranti Homepage here

તેમણે કહ્યું છે કે મારો કોવિડનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. મને હળવા લક્ષણો છે. હું ઘરમાં ક્વોરન્ટીન થયો છું. મારા સંપર્કમાં આવેલા લોકો પણ આઈસોલેટ થઈ જાય અને પોતાનો ટેસ્ટ કરાવે.

તેમણે 3 જાન્યુઆરીએ દહેરાદૂનમાં ‘નવ પરિવર્તન સભા’ કરી હતી. 2 જાન્યુઆરીના રોજ ઉત્તરપ્રદેશના લખનઉમાં પણ વિશાળ સભાને સંબોધન કર્યું હતુું. 1 જાન્યુઆરીના રોજ અમૃતસરમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. 31 તારીખે પંજાબમાં શાંતિ યાત્રામાં હાજરી આપી હતી. જેમાં હજારો લોકો હાજર રહ્યા હતા. 30મી ડિસેમ્બરે ચંદીગઢમાં વિજય યાત્રામાં જોડાયા હતા.

દિલ્હીમાં સોમવારે 4099 લોકો સંક્રમિત થયા છે. જ્યારે 1509 લોકો સાજા થયા છે અને એકનું મોત થયું છે. અત્યાર સુધી દિલ્હીમાં 14.58 લાખ લોકો સંક્રમિત થયા છે. જેમાં 14.22 લાખ લોકો સાજા થયા છે અને 25 હજાર 110 લોકોના મોત થયા છે. 10986 લોકોની સારવાર ચાલી રહી છે.

દેશમાં મહામારીની ગતિ ચાર ગણી ઝડપથી વધી રહી છે. સોમવારે ફરી એકવાર દેશમાં 35,438 પોઝિટિવ દર્દીઓ મળી આવ્યા છે. MPમાં કોરોનાની ઝડપી ગતિ; ઈન્દોરમાં 1 મહિનામાં ત્રીજું મોત, દતિયાનાં કલેક્ટર પણ પોઝિટિવ

મધ્યપ્રદેશમાં કોરોનાના સંક્રમણે જોર પકડ્યું છે. 24 કલાકમાં ઈન્દોરમાં જ સૌથી વધુ 137 નવા સંક્રમિત મળી આવ્યા છે. અહીં 1 દર્દીનું મોત પણ થયું છે.

Read About Weather here

ડિસેમ્બરમાં પણ બે મોત થયા છે. ગયા વર્ષે 1 ડિસેમ્બરે દેશમાં સંક્રમિતોની સંખ્યા 9765 જેટલી હતી. આવી સ્થિતિમાં, છેલ્લા એક મહિનામાં જ સંક્રમણમાં 4 ગણો વધારો નોંધાયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here