અમુલ અને ગોપાલ બ્રાન્ડના ડુપ્લીકેટ (શંકાસ્પદ) લેવાયેલ ઘીના નમુના નાપાસ

અમુલ અને ગોપાલ બ્રાન્ડના ડુપ્લીકેટ (શંકાસ્પદ) લેવાયેલ ઘીના નમુના નાપાસ
અમુલ અને ગોપાલ બ્રાન્ડના ડુપ્લીકેટ (શંકાસ્પદ) લેવાયેલ ઘીના નમુના નાપાસ

સબસ્ટાન્ડર્ડ જાહેર થયેલ કુલ 3 ફૂડ સેમ્પલ, 3 પેઢીને રૂા.1,80,000 નો દંડ

રાજકોટ શહેરના ઘી કાંટા રોડ, કંદોઇ બજાર ચોકમાં આવેલ જલારામ ઘીમાંથી ભેંસનું ઘી (લુઝ)માં બી.આર. રીડીંગ વધુ, રીચર્ટે વેલ્યુ ઓછી, તલના તેલની હાજરી તેમજ ફોરેન ફેટ હાજર હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલ અને તમામ પુરાવાઓ અને પક્ષકારોની રજૂઆત વગેરે લક્ષમાં લઇ હીયરીંગ બાદ જવાબદારને કુલ રૂ.1,20,000નો દંડ ફરમાવેલ છે.

Subscribe Saurashtra Kranti here

રાજકોટ શહેરના દાણાપીઠ ચોકમાં આવેલ સદગુરુ સોલ્ટ, અંકુર સંપૂર્ણ નમકમાં આયોડીનનુ પ્રમાણ વધુ હોવાને કારણે ફૂડ એનાલિસ્ટ દ્વારા સદર નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલ. તેમજ રાજકોટ શહેરના વૈશાલીનગર રૈયા રોડ મુકામે આવેલ નંદકિશોર ડેરી ફાર્મમાંથી મિક્સ દૂધ (લુઝ)માં મિલ્ક ફેટ તેમજ એસ.એન.એફ ઓછા હોવાને કારણે ફૂડ નમૂનો સબસ્ટાન્ડર્ડ જાહેર કરવામાં આવેલ.

Read About Weather here

ખન ઉપરાંત અન્ય 16 વેપારીઓને ત્યાંથી આરોગ્ય શાખા દરોડો પાડી નમૂના લેવામાં આવ્યા જેમાંથી શ્રી રામ હાઉસ ઓફ એજન્સીમાંથી લીધેલ અમૂલ પ્યોર ઘી અને ગોપાલ શુધ્ધ ઘીના નમૂના નાપાસ થાય છે. કારણ કે જેમાં બી.આર.રીડીંગ વધુ, રીચર્ટ વેલ્યુ ઓછી, તલના તેલની હાજરી, વેજીટેબલ તેલની હાજરી જોવા મળી હતી.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleગુજરાત પ્રદેશ કોંગ્રેસના માળખામાં ફેરફારોના ભણકારા
Next articleસૌરાષ્ટ્ર યુનિવર્સિટીના માટી કૌભાંડ : એનએસયુઆઇ આકરા પાણીએ