રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાલાવડ રોડ પર કેકેવી સર્કલને કેન્દ્રમાં રાખીને નિર્માણ થઈ રહેલ સેક્ધડ લેવલ ફલાયઓવર બ્રિજની ખામીયુક્ત ડિઝાઇનને કારણે વિદ્યાર્થીઓ, રાહદારીઓ, આસપાસના વિસ્તારના રહેવાસીઓ, તત્કાળ સારવારની જરૂરિયાતવાળા દર્દીઓ વગેરેની સલામતી સામે જોખમ ઊભું થશે. તે અંગે આત્મીય યુનિવર્સિટી, આત્મીય સ્કૂલ, વિરાણી સાયન્સ કોલેજ વગેરેના વિદ્યાર્થીઓએ અવાજ ઉઠાવ્યો છે.
Visit Saurashtra Kranti Homepage here
વિદ્યાર્થીઓની સાથોસાથ અધ્યાપકો, શિક્ષકો અને બિનશૈક્ષણિક સ્ટાફે પણ ચિંતાનો સૂર વ્યક્ત કર્યો છે. મુખ્યમંત્રીને આ અંગે આવેદનપત્ર પાઠવવામાં આવ્યું છે. જે રાજકોટ જીલ્લા કલેક્ટરને સુપ્રત કરાયું હતું.આવેદન રાજકોટના મ્યુનિસિપલ કમિશનરને પણ આપવામાં આવ્યું છે.આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું છે કે, નિષ્ણાંતોનાં મતે રાજકોટના કાલાવડ રોડ ઉપર નિર્માણાધીન સેક્ધડ લેવલ ફ્લાયઓવર બ્રિજની ડિઝાઇનમાં ખામી છે. આ બ્રિજ સામે અમને કોઈ જ વાંધો નથી. પરંતુ બ્રિજની ડિઝાઇનમાં રહેલી ખામી તાત્કાલિક દૂર કરવામાં આવે તેવી અમારી માંગણી છે.
બન્ને બાજુએ સમાન ભૌગોલિક પરિસ્થિતિ હોવા છતાં કાલાવડ તરફનો સ્પાન બિનજરૂરી રીતે વેરિએબલ સ્લોપ આપીને લંબાવવામાં આવ્યો છે. વળી, સત્ય સાંઇ હોસ્પિટલ રોડ ક્રોસિંગ પર ટી-જંકશન હોવા છતાં નિયમ વિરૂધ્ધ અંડરપાસ આપવામાં આવ્યો છે. નિષ્ણાંતોનાં મતે આ બન્ને કારણે બ્રિજની ઉપર અને નીચે બન્ને જગ્યાએ મલ્ટિપલ અકસ્માત સંભવ ક્ષેત્ર બનશે. આ બ્રિજનો અને સર્વિસ રોડનો હજારો લોકો ઉપયોગ કરશે અને અમારે તો રોજ આ માર્ગોનો ઉપયોગ કરવાનો છે. કલાકો સુધીના ટ્રાફિક જામ થવાની સાથોસાથ અમારી સલામતી અને સુરક્ષા સામે મોટું જોખમ ઊભું થાય તેમ છે. નિર્માણાધીન સેક્ધડ લેવલ ફલાયઓવર બ્રિજની ડિઝાઇનમાં રહેલી ખામી તત્કાળ દૂર કરવા આદેશ આપવામાં આવે તેવી વિનંતી કરવામાં આવી છે.
ડિઝાઇનમાં ફેરફાર કરવાથી અકસ્માતો નિવારી શકાય તેમ છે અને સરકારી નાણાંની બચત થાય તેમ હોવા છતાં અસંવેદનશીલ અભિગમ અપનાવવામાં આવ્યો હોવાનું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે. આ પ્રમાણે કરવાથી એક તો પ્રજાના નાણાંની બચત થશે અને બીજું ફલાયઓવર બ્રિજના સર્વિસ આરપીડી તેમજ અંડરપાસનો ઉપયોગ કરનારાઓની સલામતી વધશે. આ ઉપરાંત બ્રિજમાં સાંધાની સંખ્યા ઘટતાં ફલાયઓવરની ઉપરથી પસાર થતા ચાલકોને રાહતનો અનુભવ થશે. અત્યારની ડિઝાઇન પ્રમાણે ઓવરબ્રિજમાં ઉપરથી પસાર થનારાં વાહનોની સંખ્યા ઘણી ઓછી રહેવા સંભવ છે. કાલાવડ તરફથી સીધાં જઈને શહેર તરફ જવા ઇચ્છનારા લોકો જ ઉપરથી જશે. પરંતુ સત્ય સાંઇ હોસ્પિટલ રોડ, આત્મીય યુનિવર્સિટી, શ્રી રામપાર્ક મેઇન રોડ કે મામલતદાર કચેરી તરફથી આવતાં વાહનોએ ફરજિયાત સર્વિસ રોડ અને અંડર પાસનો ઉપયોગ કરવો પડશે.
તેની સામે જો બન્ને તરફ સરખી જ લંબાઈ રાખવામાં આવે તો ફલાયઓવર બ્રિજ પરિમલ સ્કૂલ પાસે પીકે23 આગળ પૂરો થઈ શકે તેમ છે. જો એમ કરવામાં આવે તો કાલાવડ તરફથી, સત્ય સાંઇ હોસ્પિટલ તરફથી તેમજ શ્રી રામપાર્ક કે મામલતદાર ઓફિસ તરફથી આવતો ટ્રાફિક બ્રિજની ઉપરથી પસાર થઈ શકશે. આમ થાય તો જ ટ્રાફિકની સમસ્યાના નિવારણનો હેતુ સાધી શકાય તેમ છે.
Read About Weather here
નિષ્ણાંતોના રિપોર્ટમાં જણાવાયું છે કે, ગાળાઓની ડિઝાઇન અને વ્યવસ્થા જોતાં પિક અવર્સમાં ટ્રાફિકનું વહન ક્યારેય સરળ નહીં રહે અને વપરાશકર્તાઓએ કલાકો સુધી ટ્રાફિક જામ સહન કરવો પડશે એવું જોઈ શકાય છે. આજુબાજુના વિસ્તારોની શિક્ષણસંસ્થાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આ ગભરાટભરી પરિસ્થિતિનો ભોગ બનશે. આ ખામીયુક્ત ડિઝાઇનને કારણે દર્દીઓ નજીકની હોસ્પિટલમાં સારવાર માટે પહોંચી નહીં શકે. બ્રિજનિર્માણ માટેની ડિઝાઇનમાં રહેલી ગાળાઓ વધારીને આ ખામી તાત્કાલિક દૂર કરવી જોઈએ.
બ્રિજની ડિઝાઇનમાં રહેલી ખામી દૂર કરવામાં આવે તો અંડર પાસ બનાવવો જ નહીં પડે. સર્વિસ રોડ ઉપર પણ ટ્રાફીકનું ભારણ નોંધપાત્ર રીતે ઘટશે. તે જ રીતે બ્રિજની લંબાઈમાં 217 મીટર જેટલો ઘટાડો થઈ શકે તેમ છે. તેવું થવાથી ખર્ચમાં કરોડો રૂપિયાની કરકસર થશે અને બચેલાં નાણાં અન્ય વિકાસકાર્યોમાં વાપરી શકાશે.આવેદનપત્ર આપવા માટે પ્રો. દિવ્યાંગ વ્યાસ, પ્રો. જી.ડી.આચાર્ય, ડો. કાર્તિક લાડવા, ડો. ટાંક, ડો. આશિષ કોઠારી, જસાણી, પ્રો. ઝાલા, સંજયભાઈ ટાંક સહિત અધ્યાપકો, વિદ્યાર્થીઓ જોડાયા હતા.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here