મોરબી રોડ પર આવેલા બેડી ગામમાં રહેતાં અને વાડીમાં મજૂરી કરતાં
અજીત મેરામભાઇ દારોદરા (ઉ.વ.35) નામના કોળી યુવાનને
તે રાતે દસેક વાગ્યે નરેશભાઇની વાડીએ હતો ત્યારે ગામના જ હરેશ મોતીભાઇ જાદવ
, ઇસ્માઇલ, ઇમ્તુ સહિતનાએ આવી ઝઘડો કરી ધોકાથી માર મારતાં સારવાર માટે
સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવતાં ચોકીના હેડકોન્સ. આર. એસ. સાંબડે કુવાડવા રોડ પોલીસને જાણ કરી હતી.
અજીતના શેઠ વાડી માલિક નરેશભાઇના કહેવા
મુજબ અજીત અગાઉ હરેશ સાથે મજૂરીએ જતો હતો.
પરંતુ તે પૈસા આપતો ન હોઇ હાલમાં તે મારી વાડીએ મજૂરી કામે રહ્યો છે.
તેને ફરીથી પોતાની સાથે કામ કરવા લઇ જવા માટે હરેશ સહિતના વાડીએ આવ્યા હતાં
અને અજીતને તું કેમ અમારા ભેગો કામે નથી આવતો? તેમ કહી ઝઘડો કરી હુમલો કર્યો હતો.
પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.