માટી ચોરો સામે પગલા લેવા કલેકટરને લેખિતમાં કરાઈ રજૂઆત
અમરેલી શહેરની ગૌચરની જમીન સર્વેનં.334 માંથી ગત તા. 11 નાં થયેલ માટી ચોરી કરનાર સામે કાયદેસર પગલા ભરવા નાથાલાલ વી.સુખડીયાએ અમરેલી કલેકટરને આવેદનપત્ર પાઠવી જણાવેલ કે, અમરેલી શહેરના સંકુલ રોડ ઉપર બાયપાસ તરફ કાનાણીની વાડી વિસ્તાર ટચ સર્વેનં. 334 પૈકી હે.આરે. 12,37,24 વાળી જમીનમાંથી ગત તા. 11 ના ગેરકાયદેસર ખોદણ કરી જે.સી.બી.1 અને 5-6 જેટલા ટ્રેકટર મારફતે માટી ભરી બાયપાસ રોડ ઉપર લાઠી તરફ મારૂતી ફોર વ્હીલના શો-રૂમ સામેના રાજકીય ઈસમના પાર્ટનરી વાળી બાંધકામ સાઈટમાં નાખવામાં આવેલ.
Visit Saurashtra Kranti Homepage here
જે અધિકારોને સરકારી મોબાઈલ પર મે વાતચીત કરી આ માટી ચોરીની કરેલ આપના જણાવ્યા મુજબ વોટ્સઅપ વિડીયો વિગત મોકલવા જણાવેલ જે મે આપના મોબાઈલ ઉપ૨ વિગત મોકલેલ ત્યારબાદ થોડા સમયમાં આ લોકો જે.સી.બી ટ્રેકટરો લઈ પલાયન થઈ ગયેલ તો આ સરકારી જમીન
અને એ પણ ગૌચરની તેમાંથી થયેલ માટી ચોરો સામે તપાસ થવા અને આ બધી જ હકિકત ગત તા. 11 ના પોલીસ વિભાગના બધાજ અમરેલીના બાયપાસ રોડના સંકુલ ચોકડીથી લાઠીરોડ તરફના મારૂતી શો-રૂમ સુધીમાં રૂટ પર લાગેલ સી.સી.ટી.વી. કેમેરામાં હયાત છે.
Read About Weather here
તો આ વિષેશ પુરાવા તરીકે વાહન નંબર વિગેરે સત્ય હકિકત અને ગત તા.12 ના ફોટોગ્રાફ સાથે વિગતથી રજુ કરું છું. તો સત્વરે તપાસ કરવા અને જવાબદારો રાજકીય ઈસમોના પરિજનો હોય જેથી ન્યાયીક તપાસ થવા એ કાર્યવાહી થવાઆપને લેખીત ફરીયાદ કરું છું.(૧.૧૨)
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here