8 ઓગસ્ટ સુધી આસ્થા ચેનલ પર જોઇ શકાશે
નર્મદાના ઉદગમ સ્થળ અમરકંટકમાં 31 જુલાઇથી 8 ઓગસ્ટ સુધી પૂ. મોરારીબાપૂની 863માં રામકથા યોજાશે. કોરોના મહામારીમાં અગાઉની કથાઓની માફક જ આ કથામાં પણ સીમિત શ્રોતાઓને કથા સ્થળ ઉપર આવવાની મંજૂરી છે.
Subscribe Saurashtra Kranti here
અમરકંટક માં બાપૂનો વિનમ્ર અનુગ્રહ પૂર્વક આદેશ છે કે માત્ર યજમાન અને આયોજક દ્વારા પહેલેથી આમંત્રિત શ્રોતાઓ જ કથા સ્થળમાં પ્રવેશ કરે. એક તરફ કોરોનાનું જોખમ હજી દૂર થયું નથી અને બીજી તરફ અમરકંટક સ્થાન ઘણું દુર્ગમ હોવાને કારણે વધુ લોકોની વ્યવસ્થા કરવી મૂશ્કેલ છે. આથી આયોજક અને યજમાન પરિવારને કોઇપણ વ્યક્તિ કથામાં ઉપસ્થિત રહેવા આગ્રહ ન કરે અને ત્યાં આવીને અમને ના કહેવા મજબૂર ન કરે.
Read About Weather here
ના કહેવું અમારા સ્વભાવથી વિપરીત છે અને કોઇ જબરદસ્તી આવે તો તેમને ના કહેવામાં અમને વધુ તકલીફ થાય છે. રામકથા આપણા બધા માટે છે. તેનો આનંદ ઘરે બેઠાં આસ્થા અને યુટ્યુબ ચેનલ ઉપર લઇ શકાય છે. કથામાં ઉપસ્થિત રહેવું એટલું આવશ્યક નથી, જેટલું કથામાં હોવું જરૂરી છે. આથી તમે ઘરે બેઠા પણ પ્રવેશ કરી શકો છો તેવા ભાવ સાથે અને સહયોગ માટે આભાર.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here