અમદાવાદ-મુંબઇ બુલેટટ્રેન પ્રોજેકટ પૂર્ણ કરવા તલપાપડ રેલવેમંત્રી

અમદાવાદ-મુંબઇ બુલેટટ્રેન પ્રોજેકટ પૂર્ણ કરવા તલપાપડ રેલવેમંત્રી
અમદાવાદ-મુંબઇ બુલેટટ્રેન પ્રોજેકટ પૂર્ણ કરવા તલપાપડ રેલવેમંત્રી

ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજીને કામની પ્રગતિથી વાકેફ થયા : નવા રેલવે મંત્રી અશ્ર્વીની વૈષ્ણવે મહત્વના પ્રોજેકટ પર ધ્યાન આપ્યું

મોદી કેબીનેટના નવા રેલવે મંત્રી અશ્ર્વીની વૈષ્ણવે અમદાવાદ-મુંબઇ બુલેટ ટ્રેન પ્રોજેકટમાં રસ બતાવ્યો છે અને ચાર્જ સંભાળતાની સાથે રેલવે મંત્રીએ બુલેટ ટ્રેન સહિતના મહત્વના પ્રોજેકટ પર ધ્યાન આપવાનું શરૂ કર્યુ છે.

Subscribe Saurashtra Kranti here

અમદાવાદ રેલવે મંત્રીએ ઉચ્ચ અધિકારી સાથે બેઠક યોજીને બુલેટ ટ્રેન પ્રોજેકટ વિશે માહિતી મેળવી હતી અને સમગ્ર કામગીરીની સમીક્ષા કરી હતી. રેલવે મંત્રીએ ચાર્જ સંભાળ્યો ત્યારથી તેઓ બુલેટ ટ્રેન સહિતના રેલવેના ટોચના મહત્વકાક્ષી પ્રોજેકટ સમયસર પુરા કરવાની આતુરતા બતાવી રહયા છે.

અમદાવાદ મુંબઇના પ્રોજેકટ અંગે તેમણે નેશનલ હાઇસ્પીડ રેઇલ કોર્પોરેશન લીના એમડી સતીષ અગ્નીહોત્રીને બોલાવી માહિતી મેળવી હતી અને કામ કેટલુ થયું તેની વિગતો જાણી હતી.

ઉચ્ચ અધિકારીએ એવી માહિતી આપી હતી કે, બુલેટ ટ્રેન પ્રોજેકટ માટે જરૂરી 1396 હેકટર જમીન પૈકી 1035 હેકટર જમીનનું સંપાદન કરી લેવામાં આવ્યું છે. આમાંથી 74 ટકા જમીન ગુજરાતમાં છે. જયારે 25 ટકા જમીન મહારાષ્ટ્રમાં છે.

દાદરાનગર હવેલી વિસ્તારની જમીનનું પણ સંપાદન કરવામાં આવી રહયું છે. અત્યારે 2200 કામદારો અને 300 મહાકાય મશીનરી સાથે બાંધકામ શરૂ કરી દેવામાં આવ્યું છે. બાંધકામ માટે સંપાદિત થયેલી જમીન પૈકી 90 ટકા જમીન બાંધકામ કોન્ટ્રાકટરોને આપી દેવામાં આવી છે.

Read About Weather here

ટેકનીકલ તપાસ પુરી થઇ ગઇ છે. ગુજરાતમાં ઉભા થનારા 6 સ્ટેશન માટે લોકેશન નક્કી થઇ ગયા છે અને પરીક્ષણ પણ થઇ ગયું છે અત્યારે 10 સાઇટ પર પ્રોજેકટનું કામ ચાલી રહયું છે. એલાઇમેન્ટ અને અન્ય પરીક્ષણની કામગીરી ઝડપ ભેર ચાલી રહી છે.

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here