અમદાવાદ મહાનગરમાં ઓલિમ્પિક કક્ષાનું ભવ્ય અને આલીશાન રમત- ગમત સંકુલનું નિર્માણ કરવા માટે સરકાર ઝડપભેર આગળ વધી રહી છે. ગઈકાલે કેન્દ્રના ગૃહ અને સહકારિતા મંત્રી અમિત શાહના હસ્તે ઓલિમ્પિક કક્ષાના રમત- ગમત સંકુલનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અમદાવાદના નારણપુરા વિસ્તારમાં 18 એકર જમીન પર રૂ.632 કરોડના ખર્ચે શાનદાર રમત- ગમત સંકુલ ઉભું કરવામાં આવનાર છે.
Visit Saurashtra Kranti Homepage here
આ સંકુલમાં તરણ સહિત ઇન્ડોર અને આઉટડોર રમત- ગમતોની તાલીમ અને ખેલકૂદ માટે ખાસ સવલતો ઉભી કરવામાં આવશે. ઇન્ડોર સંકુલમાં એકવાટીક સ્ટેડિયમ, કમ્યુનિટી સ્પોર્ટ્સ વિભાગ અને ઇન્ડોર રમત- ગમત સંકુલનું નિર્માણ કરવામાં આવશે. ભાજપની કેન્દ્ર અને રાજ્ય સરકારને આશા છે કે, વિશ્ર્વના સૌથી મોટા નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડીયમ અને સરદાર પટેલ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ બાદ નારણપુરાનું ઓલિમ્પિકની યજમાનગીરી મેળવવા અને તૈયારીઓ માટે ખૂબ જ મદદરૂપ બની રહેશે.
Read About Weather here
ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, નિર્ધારિત 30 મહિનામાં સંકુલનું કામ પૂરું થઇ જાય એ માટે હું જાતે બાંધકામની ગતિ પર સતત નજર રાખતો રહીશ. આપણી ઓલિમ્પિક માટેની તૈયારીઓ નવા સંકુલનાં નિર્માણ સાથે લગભગ પરિપૂર્ણ થઇ જશે. આવતા 10 વર્ષમાં રમત- ગમત ક્ષેત્રે પણ ગુજરાત અગ્રેસર બની જશે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here