અફઘાનિસ્તાનનાં તાલીબાની કરણથી સાવધ ભારત

અફઘાનિસ્તાનનાં તાલીબાની કરણથી સાવધ ભારત
અફઘાનિસ્તાનનાં તાલીબાની કરણથી સાવધ ભારત

ઉચ્ચકક્ષાની બેઠકમાં પરિસ્થિતિની સમીક્ષા કરતા વડાપ્રધાન: હાલ નવી સરકારને માન્યતા નહીં, થોભો અને રાહ જુઓની નીતિ

અફઘાનિસ્તાનની પરિસ્થિતિ અંગે પાટનગર નવી દિલ્હીમાં યોજાયેલી ઉચ્ચકક્ષાની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાડોશી દેશમાં તાલીબાનોનાં વર્ચસ્વ અંગે સઘન ચર્ચા વિચારણા કરી હતી

Visit Saurashtra Kranti Homepage here

અને ભારતમાં ભાવિવ્યૂહ વિશે સઘન મસલતો હાથ ધરવામાં આવી હતી. વડાપ્રધાન બેઠકમાં અધ્યક્ષ સ્થાને હાજર રહ્યા હતા. તાલીબાન શાસનની રચના થયા બાદ ભારતની મુખ્ય ચિંતા એ છે

કે, અફઘાનિસ્તાનની ભૂમિ પરથી ભારતમાં ત્રાસવાદ ફેલાવવામાં આવે નહીં. આઈ.એસ.આઈ એટલે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા કાશ્મીરને નિશાન બનાવવા અને આતંકવાદ ભડકાવવા માટે કારસા કરી રહી હોવાનાં અહેવાલો મળ્યા છે.

જેના પગલે ભારત વધુ સાવધ બન્યું છે.અફઘાન દેશ પર પુરેપુરો કબ્જો થઇ ગયાના તાલીબાની દાવા બાદ વડાપ્રધાને યોજેલી બેઠક મહત્વપૂર્ણ છે.

આ બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહ, સંરક્ષણ મંત્રી રાજનાથસીંઘ, વિદેશ મંત્રી એસ.જયશંકર, નાણા મંત્રી નિર્મલા સિતારમણ, ચીફ ઓફ ડીફેન્સ સ્ટાફ, જનરલ બીપીન રાવલ અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત દોભાલ પણ હાજર રહ્યા હતા.

બેઠકમાં શું ચર્ચા થઇ અને શું નિર્ણય લેવાયો એ અંગે સતાવાર કોઈ જાહેરાત કરવામાં આવી નથી. પણ માહિતગાર સુત્રોએ જણાવ્યા મુજબ અફઘાન પરિસ્થિતિ અને બેઠકમાં ખાસ ચર્ચા કરવામાં આવી હતી.

ભારતે અત્યાર સુધી થોભો અને રાહ જુઓની નીતિ અપનાવી છે. ભારતની મુખ્ય ચિંતા દેશમાં નવેસરથી ત્રાસવાદ ન ફેલાઈ એ અંગેની છે.

Read About Weather here

અફઘાની ભૂમિનો ભારત વિરુધ્ધી પ્રવૃત્તિઓ માટે ઉપયોગ ન થાય અને તમામ ભારતીય નાગરિકોને સલામત પરત લાવી શકાય એ બે મુદ્દા ભારત માટે મુખ્ય ચિંતાનાં વિષય છે.(2.12)

Read Saurashtra Kranti E-Paper : Click Here

Read National News : Click Here

Read Local News / Articles : Saurashtra , Gujarat

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here