અનોખો જુગાડ : સ્ટેન્ડ ન મળતા કાર પર ખુરશી રાખી લગાવ્યો બાટલો

233
કાર પર ખુરશી
કાર પર ખુરશી

આખરે પરિવાર પોતાનો જુગાડ લગાવી કાર પર ખુરશી રાખી બાટલો ટીંગાડી પોતાના સ્વજનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે

રાજકોટમાં કોરોનાએ કાળો કેર વર્તાવ્યો છે. દિવસેને દિવસે પોઝિટિવ કેસની સંખ્યા વધતી જાય છે. કેસ વધતા હોસ્પિટલોમાં એક પણ બેડ ખાલી નથી. ત્યારે સૌરાષ્ટ્રની સૌથી મોટી રાજકોટ સિવિલ હોસ્પિટલ પણ હાઉસફૂલ છે. પરિવારજનો એમ્બ્યુલન્સ ન મળતા પોતાના સ્વજનને ખાનગી વાહનમાં લઇને આવે છે. પરંતુ સિવિલ બહાર પણ ચૌધરી હાઇસ્કૂલના મેદાનમાં એમ્બ્યલન્સ અને વાહનોની લાંબી કતાર જોવા મળે છે. વામણા તંત્ર સામે પરિવારજનો પોતાના સ્વજનને બચાવવા જુગાડ કરી રહ્યાં છે. આજે એક કારમાં લઇને આવેલા દર્દીના પરિવારજનોએ બાટલો ટીંગાડવા માટે કાર પર ખુરશી રાખી વ્યવસ્થા કરી હતી. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ થયો છે.

Subscribe Saurashtra Kranti here

અનોખો જુગાડ : સ્ટેન્ડ ન મળતા કાર પર ખુરશી રાખી લગાવ્યો બાટલો કાર

હાલ આ વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાઇરલ થયો છે.દર્દીને બાટલો ચડાવવા માટે સ્ટેન્ડની વ્યવસ્થા ન થતા આખરે પરિવાર પોતાનો જુગાડ લગાવી કાર પર ખુરશી રાખી બાટલો ટીંગાડી પોતાના સ્વજનને બચાવવાનો પ્રયાસ કરી રહ્યો છે.

Read About Weather here

કોરોનાએ રાજકોટને વેન્ટિલેટર પર લાવી દીધું છે. નવા દર્દીઓ પોતાના ખાનગી વાહન કે એમ્બ્યુલન્સમાં આવી લાઇનમાં ઊભા રહે છે. સિવિલ હોસ્પિટલમાં 12-12 કલાક વીતવા છતાં પણ વારો આવતો નથી. ત્યારે દર્દીઓનાં સગા કોરોનાનો ડર છોડી પોતાના સ્વજનને બચાવવા વલખાં મારી રહ્યા છે. કોઇ ઓક્સિજનના બાટલા પકડી રાખે છે તો કોઇ દર્દીના નાકમાંથી ઓક્સિજનની નળી નીકળી ન જાય એ માટે પકડી રાખે છે. આ પ્રકારનાં કરુણ દશ્યો કેમેરામાં કેદ થયાં છે.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here