અનોખી બારાત…!

અનોખી બારાત…!
અનોખી બારાત…!
ભોપાલની દુલ્હન ભાવના લલવાણીએ પિતા પાસે શરત મૂકી કે જયાં સુધી તે બારાત લઈને નહીં જાય ત્યાં સુધી લગ્ન નહીં કરે. મધ્યપ્રદેશની રાજધાની ભોપાલમાં એક અનોખી બારાત નીકળી હતી. આ બારાત દૂલ્હાની નહીં પણ દુલ્હનની હતી. એટલું જ નહીં પરંતુ દુલ્હને ગાડીના બોનેટ પર ઊભા રહીને લૈલા ઓ લૈલા ગીત પર ડાન્સ કર્યો.

Visit Saurashtra Kranti Homepage here

આ ઘટનાનો એક જોરદાર વીડિયો વાયરલ થયો છે. ભોપાલના પરિવારે દીકરીની આ ઈચ્છાને માન આપ્યું અને બારાત લઈને દુલ્હાના દ્યેર સુધી જવાની દુલ્હનની ઈચ્છાને હોંશેહોંશે પાર પાડી. ભાવનાએ બારાતની સાથે લગભગ એક કિલોમીટર સુધી ડાન્સ કરીને વિવાહસ્થળે પહોંચી હતી. પોતાની નાનપણની ઈચ્છા પૂરી થતા દુલ્હને ખુલ્લી ગાડીમાં બોનેટ પર ઊભા થઈને પોતાની ખુશી વ્યકત કરી હતી અને જોરદાર ડાન્સ કર્યો હતો.

લાલવાણી પરિવાર ભોપાલના સંત હિરદારામ નગરમાં રહે છે. બે ભાઈ-બહેનના આ પરિવારમાં  ઉછરેલી ભાવના લલવાણીની ઈચ્છા પૂરી કરવા પિતાએ સમાજની પરંપરાથી દૂર કન્યાની બારાત વરરાજાની જેમ કાઢી હતી. એમસીએ કર્યા બાદ ઇન્દોરની એક આઇટી કંપનીમાં કામ કરતી ભાવનાની ઇચ્છા પૂરી થતાં તેની પાસે ખુશીનું સ્થાન નહોતું. સંત હિરદારામ નગરના બજારમાંથી જયારે આ બારાત નીકળી ત્યારે સૌના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

દુલ્હન કારના બોનેટ પર ડાન્સ કરી રહી હતી. દિલ્હી વાલી ગર્લફ્રેન્ડને છોડીને…, લૈલા મેં લૈના…. આવી ફિલ્મી ધૂન પર ભાવનાએ ખુલ્લી કારના બોનેટ પર ડાન્સ કરીને ખુશી વ્યકત કરી હતી. ભાવનાએ કહ્યું કે તેના પરિવાર તરફથી એક શરત હતી કે જયાં સુધી તેને બારાત કાઢવાની મંજૂરી આપવામાં નહીં આવે ત્યાં સુધી તે લગ્ન કરશે નહીં. તે કહે છે કે હવે જયારે તેમની બારાત નીકળી રહી છે,

Read About Weather here

ત્યારે તેમની ખુશીની આગાહી કરી શકાતી નથી.બારાત લગભગ એક કિલોમીટર સુધી ખુલ્લી કારમાં નીકળી હતી. તેમાં બારાતી સ્ત્રી-પુરુષોને ગુલાબી રંગના સાફાથી બાંધીને કન્યાને ભૂરા રંગના લહેંગામાં શણગારવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here