જોકે નસીબજોગે નાળામાં પાણી નહોતું. આ ઘટનામાં પાંચને માત્ર ઈજા થઈ હતી. આ ઘટનાનો એક વીડિયો પણ બહાર આવ્યો છે. રાજસ્થાનના જેસલમેરમાં નાળા ઉપરનું ઢાંકણું ઘસી પડતાં પાંચ યુવક નીચે દબાઈ ગયા હતા. આ સિવાય એક બાઈક પણ પાંચે ઉપર પડી હતી. એમાં યુવક વાત કરતાં-કરતાં અચાનક નાળામાં પડતો દેખાઈ રહ્યો છે.રેલવે સ્ટેશનની આગળ બાબા બાવડીમાં મેન રોડ પર શ્રવણ ચૌધરીની ટાયર પંચરની દુકાન છે.
Visit Saurashtra Kranti Homepage here
દુકાનની બહારથી જૂનું વરસાદી નાળું પસાર થાય છે. નાળાની ઉપર પથ્થર મૂકીને તેને કવર કરવામાં આવ્યું હતું. હાલ આ નાળ સૂકું છે. દુકાનદારની સાથે બે યુવક ત્યાં ઘટના સમયે કામ કરી રહ્યા હતા.આ દરમિયાન બોલેરો પર બે યુવક ગાડીનું પંક્ચર રિપેર કરાવવા આવ્યા હતા. ત્યારે અચાનક જ નાળા પરનું ઢાંકણું તૂટી જતાં પાંચ યુવકો બાઈક સહિત નાળામાં પડ્યા હતા.
Read About Weather here
જોકે નાળું સૂકું હતું, એટલે તેમને સામાન્ય ઈજા થઈ હતી. યુવક પોતે જ નાળામાંથી બહાર આવ્યો અને પછી બાઈકને બહાર કાઢ્યું હતું.આ યુવક બેસીને પંચર કરતા હતા. બાકીના ચાર લોકો ઊભા-ઊભા વાતો કરતા હતા. આ સમયે નાળા પર એક બાઈક, ટાયર અને અન્ય સાધનો પડ્યાં હતાં.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here