અગાઉની દિલ્હીમાં બેઠેલી સરકારે ફક્ત ગરીબી દુર કરવાની વાતો જ કરી: રૈયાણી

અગાઉની દિલ્હીમાં બેઠેલી સરકારે ફક્ત ગરીબી દુર કરવાની વાતો જ કરી: રૈયાણી
અગાઉની દિલ્હીમાં બેઠેલી સરકારે ફક્ત ગરીબી દુર કરવાની વાતો જ કરી: રૈયાણી

મહાનગરપાલિકા દ્વારા આયુષ્માન યોજનાના કાર્ડનું વિતરણ
ગરીબોની આરોગ્યની સારવાર માટે સરકાર માવતર બનીને ઉભી છે: મેયર ડો.પ્રદીપ ડવ

મહાનગરપાલિકા દ્વારા ઙખઉંઅઢ-ખઅઅ (આયુષ્માન) યોજનાના કાર્ડનુ વિતરણ રાજ્યના વાહનવ્યવહાર મંત્રી અરવિંદભાઈ રૈયાણીના વરદ હસ્તે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ સ્થાને ડો. પ્રદીપ ડવ ઉપસ્થિત રહેલ.

Visit Saurashtra Kranti Homepage here

આ કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, ડે.મેયર ડો. દર્શિતાબેન શાહ, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન પુષ્કરભાઇ પટેલ, મ્યુનિસિપલ કમિશનર અમિત અરોરા,

શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, આરોગ્ય સમિતિ ચેરમેન ડો. રાજેશ્રીબેન ડોડીયા, કોર્પોરેટરઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે મંત્રી અરવિંદભાઈ રૈયાણીએ જણાવેલ કે, વર્ષોથી આ દેશમાં જે લોકો દિલ્હીમાં શાસન કરતા તેઓ કહેતા કે અમો ગરીબોની ચિંતા કરીએ છીએ. અમો ગરીબી હટાવશું. આજથી 27-28 વર્ષ પહેલાનું ગુજરાત કેવું હતું 2014 પહેલાનો દેશ કેવો હતો?

માત્ર વાતો કરવાથી ગરીબી દુર થતી નથી તે માટે રાજ્ય કે કેન્દ્ર સરકારની સ્પષ્ટ નીતિ અને ચોક્કસ આયોજન જરૂરી છે. કોઇપણ યોજના તેના લાભાર્થી સુધી પહોચે તો જ તેનું પરિણામ આવે છે.

પહેલાની સરકારે લોકોને ઘરનું ઘર મળશે તેવી ફક્ત વાતો કરી હતી. નરેન્દ્રભાઈ મોદી વડાપ્રધાન પદે આવ્યા બાદ દેશમાં કોઈ ઘર વિહોણું ન રહે તે માટે યોજના અમલમાં મુકાવી છે. જેના અનુસંધાને હાલ, દેશના તમામ મહાનગરોમાં આવાસ યોજનાના કામો પુર ઝડપે ચાલી રહ્યા છે.

આજે આયુષ્માન કાર્ડ વિતરણ કરવામાં આવશે. લોકો તેને ખૂબ સારી રીતે સાચવીને રાખવા અપીલ કરું છુ. તેમ અંતમાં મંત્રીએ જણાવેલ. મહાનુભાવોના વરદ હસ્તે લાભાર્થીઓને પ્રતિક રૂપે કાર્ડ એનાયત કરવામાં આવેલ.

Read About Weather here

આજે એક હજાર આયુષ્માન કાર્ડ લોકોને આપવામાં આવનાર છે અને નવા કાર્ડ કાઢવા માટે પણ આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમના અંતે આભારવિધી શાસકપક્ષ દંડક સુરેન્દ્રસિંહ વાળા દ્વારા કરવામાં આવેલ.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here