નવરાત્રિ ચાલતી હોય પાવાગઢમાં બિરાજમાન માતાજીના દર્શન કરી પરત ફરેલા યુવાને જણાવ્યું કે, મને માતાજીએ બચાવ્યો છે. વડોદરા નજીક દરજીપુરા ગામ પાસે આજે બપોરે છકડો રિક્ષા અને કન્ટેનર ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. જેમાં 10 લોકોના મોત થયા છે. આ ગોઝારી ઘટનામાં સાત વ્યક્તિઓનો બચાવ થયો છે. તે પૈકી બે વ્યક્તિઓએ જણાવ્યું હતું કે અમોને ભગવાને જ બચાવ્યા છે.
Visit Saurashtra Kranti Homepage here
હું ડ્રાઈવરની બાજુમાં જ બેઠો હતો અને 20 ફૂટ દૂર ફંગોળાયો, પણ બચી ગયો.આજે બપોરે બનેલા અકસ્માતના આ બનાવમાં 27 વર્ષિય અરવિંદભાઈ નરસિંહભાઈ રાઠવા અને નરેશભાઈનો આબાદ બચાવ થયો હતો. જોકે તેઓને સામાન્ય ઇજાઓ પહોંચી હતી. સારવાર માટે તેઓને પણ સયાજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. તેઓને સારવાર આપીને રજા આપી દેવામાં આવી હતી.
Read About Weather here
ઇજાગ્રસ્ત અરવિંદભાઈ રાઠવાએ જણાવ્યું હતું કે હું પાવાગઢ ખાતે દર્શન કરવા ગયો હતો. દર્શન કરીને પરત કપૂરાઈ જવાનું હોવાથી ગોલ્ડન ચોકડી ખાતેથી છકડો રિક્ષામાં બેઠો હતો. છકડો રિક્ષામાં વધારે મુસાફરો હોવાના કારણે હું છકડો ચાલકની ડાબી સાઈડ બેઠો હતો. મને નાક અને માથામાં સામાન્ય ઇજા પહોંચતી હતી. પરંતુ આ ઘટના જે રીતે બની છે તે જોતા એવું લાગે છે કે હું માતાજીના આશીર્વાદથી જ બચી ગયો છું દરમિયાન દરજીપુરા પાસે કાળમુખી ટ્રકે છકડાને કન્ટેનરે અડફેટે લેતા જ હું છકડો રિક્ષામાંથી 20 ફૂટ દૂર ફંગોળાઈ ગયો હતો.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Read Saurashtra Kranti E-Paper here
Read About Weather here
Visit Saurashtra Kranti Homepage here