અકસ્માતના Liveદૃશ્યો…!

અકસ્માતના Liveદૃશ્યો...!
અકસ્માતના Liveદૃશ્યો...!
રાજકોટના રેસકોર્સ રિંગ રોડ પર ગઇકાલે સાંજે સાડાછ વાગ્યાની આસપાસ એક કાર પૂરઝડપે પસાર થઈ રહી હતી.ત્યારે બિગ બાઈટ નજીક રસ્તા પર એક યુવાન ચાલીને જતો હતો. કારચાલક મહિલાએ પાછળથી જોરદાર ટક્કર મારતાં યુવાન રોડ પર પટકાયો હતો અને 20 ફૂટ જેટલો ઢસડાયો હતો. આ સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ છે. યુવાન પગપાળા ચાલી જતો જોવા મળે છે. ત્યારે પાછળથી કાળા કલરની કાર પૂરપાટ ઝડપે આવી રહી હતી. આ કારે યુવાનને જોરદાર ટક્કર મારતાં તે રોડ પર પટકાઇને 20 ફૂટ જેટલો ઢસડાતો જોવા મળે છે. કારચાલક એક મહિલા હોવાનું જાણવા મળ્યું છે.

Visit Saurashtra Kranti Homepage here

અકસ્માતની ઘટના સીસીટીવીમાં કેદ થઈ.

ઘટનાને પગલે લોકો એકત્ર થઇ ગયા હતા.આ અકસ્માતમાં યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી. જોકે અકસ્માત બાદ કારચાલક મહિલા ભાગવાને બદલે ઇજાગ્રસ્ત યુવાનને સારવાર માટે હોસ્પિટલ ખસેડ્યો હતો. યુવાન ઉપરાંત રોડની સાઈડમાં પાર્ક કરલા 3થી 4 બાઇકને પણ અડફેટે લેતાં એમાં નુકસાન પહોંચ્યું છે.ગઇકાલે જામનગર રોડ પર વ્હોરા સોસાયટી નજીક ST બસે બાઇકને ઠોકરે ચડાવતાં યુવાનચાલકનું ગંભીર ઇજા થવાથી સ્થળ પર જ મોત નીપજ્યું હતું.

યુવાન રસ્તા પર ચાલીને પસાર થઈ રહ્યો હતો.

Read About Weather here

બનાવની જાણ થતાં ગાંધીગ્રામ પોલીસ હોસ્પિટલ દોડી ગઇ હતી. પોલીસ તપાસમાં અકસ્માતમાં મોતને ભેટેલો રૈયાધાર સ્લમ ક્વાર્ટરમાં રહેતો દર્શન બિપિનભાઇ ચૌહાણ હોવાનું જાણવા મળ્યું હતું. મૃતકના ભાઇ આકાશની પૂછપરછમાં પોતે અયોધ્યા ચોક પાસે નાસ્તાની રેંકડી રાખી વેપાર કરે છે. ત્યારે વ્હોરા સોસાયટી પાસે પહોંચતાં બસે અકસ્માત સર્જ્યો હતો.ત્રણ ભાઇ-બહેનમાં નાના દર્શને ધો.12ની પરીક્ષા આપ્યા બાદ તે નાસ્તાની રેંકડી આવી પોતાને મદદરૂપ થતો હતો. દરમિયાન દર્શનને બરફ લેવા મોકલ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here