ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પેપર કાંડની વિગતો જાહેર કરતા ખળભળાટ; પ્રાંતિજ વિસ્તારનાં મુખ્ય સુત્રધાર જયેશ પટેલ સહિત 6 ની ધરપકડ, 4 આરોપીઓ ભૂગર્ભમાં; પરીક્ષાનું બી-સીરીઝનું પેપર રૂ. 15 લાખમાં વેચાયું હોવાની સરકારની કબુલાત
એક જ જિલ્લાનાં ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરાયાની માહિતી જાહેર; કૌભાંડનું ઇન્કાર કરનાર ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન અસિત વોરાને હોદ્દા પરથી દૂર કરવા માંગણી, નહિતર ઉગ્ર આંદોલનની સરકારને ચેતવણી
આખરે હેડ ક્લાર્ક પરીક્ષા પેપરલીક કાંડ મામલે 6 દિવસ સુધી ચાલેલા હોબાળા અને દેકારા બાદ રાજ્ય સરકારે પેપરલીક થયાની કબુલાત કરી છે. આજે સવારે ગુજરાતનાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ પત્રકારો સમક્ષ કૌભાંડની વિગતો જાહેર કરી હતી અને કબુલ કર્યું હતું કે, હેડ ક્લાર્ક પરીક્ષાનું પેપરલીક થયું છે.
Visit Saurashtra Kranti Homepage here
તેમણે પોલીસ તપાસની પણ વિગતો આપી હતી અને જણાવ્યું હતું કે, પેપરલીક કૌભાંડનાં મુખ્ય સુત્રધાર જયેશ પટેલ સહિત 6 શખ્સોની ધરપકડ કરી લેવામાં આવી છે. જયારે અન્ય ચાર આરોપીઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે.
ખૂદ ગૃહરાજ્ય મંત્રીની કબુલાત બાદ ખળભળાટ મચી ગયો છે અને ગરમાવો આવી ગયો છે. 72 કલાકની અંદર ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન અસિત વોરાની હકાલપટ્ટી કરવામાં ન આવે તો રાજ્ય સરકાર સામે રસ્તા પર આવી ઉગ્ર આંદોલન કરવાની આમ આદમી પાર્ટીએ ચેતવણી આપી છે.
હેડ ક્લાર્કની પરીક્ષાનું બી-સીરીઝનું પેપર રૂ. 15 લાખ વેચાયાનો ધડાકો થયો છે. એટલું જ નહીં સરકારે કબુલ કરવું પડ્યું છે કે, સાબરકાંઠામાં એક જ જિલ્લાનાં ત્રણ ગ્રુપમાં પેપર સોલ્વ કરવામાં આવ્યું હતું.
પેપરલીક કાંડમાં અત્યાર સુધીમાં મુખ્ય આરોપી જયેશ પટેલ, જશવંત પટેલ, દેવલ પટેલ, મહેન્દ્ર પટેલની ધરપકડ થઇ ગઈ છે. જયેશ પટેલ મૂળ પ્રાંતિજનાં ઉછ ગામનો છે. પોલીસે ભૂગર્ભમાં ઉતરી ગયેલા અન્ય ચારને ઝડપી લેવા માટે જોરદાર કાર્યવાહી શરૂ કરી છે.
પોલીસે આરોપીઓ વિરૂધ્ધ આઈપીસી ની કલમ 406, 409, 420 અને 126-બી હેઠળ ગુન્હો દાખલ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે. સાબરકાંઠાનાં પ્રાંતિજમાં કુલ 11 શખ્સો સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો છે. વીસનગર, બમણાસા, પ્રાંતિજ વગેરે વિસ્તારોમાં પેપર સોલ્વ કરવામાં આવ્યાનું પોલીસ તપાસમાં ખુલ્યું છે.
ગઈકાલે ગૌણ સેવા પસંદગી મંડળનાં ચેરમેન અસિત વોરાએ સાફ-સાફ હાથ ઉંચા લઇ લીધા હતા અને એવું જાહેર કર્યું હતું કે કોઈ પેપરલીક થયું નથી કેમકે હજુ સુધી અમને કોઈ ફરિયાદ મળી જ નથી.
પરંતુ આજે રાજ્ય સરકારમાં બેઠેલા જવાબદાર મંત્રી દ્વારા ખૂદ કૌભાંડની વિગતો જાહેર કરાઈ હોવાથી અસિત વોરાનો દાવો બિલકુલ ખોટો સાબિત થયો છે. જેના કારણે વોરા સામે ભારે વિરોધ જાગી ઉઠ્યો છે અને ચેરમેન પદેથી તાત્કાલિક હાંકી કાઢવા રાજ્યભરમાંથી માંગણી ઉઠી રહી છે.
આમ આદમી પાર્ટીનાં નેતા યુવરાજ સિંઘે એવો આક્ષેપ કર્યો છે કે, પેપર કાંડનાં સુત્રધારોને રાજકીય પીઠબળ મળ્યું છે. અમે સરકારને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપીએ છીએ. જો વોરાને દૂર નહીં કરાય તો અમે રસ્તા પર આવી આંદોલન કરશું. અમે નથી ઇચ્છતા કે પરીક્ષા રદ થાય.
પણ તપાસ ચાલે છે ત્યાં સુધી વોરાને એમના પદ પરથી દૂર કરવા જોઈએ.પેપર કાંડની વિગતો લીક થયા બાદ પોલીસે ખૂબ જ ઝડપથી તપાસ કરી હતી. પોલીસની 24 થી વધારે ટીમો કાર્યરત બની હતી. પોલીસે ઝડપથી તપાસ કરીને બે દિવસમાં જ કૌભાંડકાર ટોળકીનાં જયેશ પટેલ (ઊછા ગામ),
Read About Weather here
મહેશ પટેલ (ન્યુરાણીપ), ચિંતન પટેલ (પ્રાંતિજ), કુલદીપ પટેલ (કાણીયોલ-હિંમતનગર), ધ્રુવ પટેલ અને સુરેશ પટેલ (હિંમતનગર) ની ધરપકડ કરી લેવાય છે. પોલીસે જણાવ્યું હતું કે, કૌભાંડનાં મૂળ સુધી પહોંચીને કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. પેપર ફૂટ્યું એ દિવસે જ પોલીસે 6 આરોપીઓને તો દબોચી લીધા હતા
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here