અંતે એક્ટ્રેસે ચુપ્પી તોડી…!

અંતે એક્ટ્રેસે ચુપ્પી તોડી…!
અંતે એક્ટ્રેસે ચુપ્પી તોડી…!
હવે સુષ્મિતા સેને પોતાના સંબંધો અંગે વાત કરી હતી. લલિત મોદી તથા સુષ્મિતા સેન પોતાના રિલેશનશિપને કારણે ચર્ચામાં છે. 14 જુલાઈના રોજ લલિતે સો.મીડિયામાં સુષ્મિતા સેન સાથેની તસવીરો શૅર કરીને એકબીજાને ડેટ કરતાં હોવાની વાત કરી હતી. સુષ્મિતાએ સો.મીડિયામાં બંને દત્તક દીકરીઓની તસવીર શૅર કરીને કહ્યું હતું, ‘હાલમાં હું હેપી પ્લેસમાં છું. મારા લગ્ન થયા નથી, કોઈ રિંગ નથી. બસ અપાર પ્રેમ છે. આટલી ચોખવટ પૂરતી છે.’સો.મીડિયામાં લલિત મોદીએ સુષ્મિતા સાથેની ઘણી તસવીરો શૅર કરી હતી. લલિત મોદીએ સો.મીડિયાના ડિસ્પ્લે પિકમાં પણ સુષ્મિતા સાથેની તસવીર રાખી છે.

Visit Saurashtra Kranti Homepage here

હાલમાં સુષ તથા લલિત મોદીની પ્રાઇવેટ લાઇફ ને લવ લાઇફ અંગે ચર્ચા થઈ રહી છે. લલિત મોદીએ જે તસવીરો શૅર કરી છે, તેમાંથી એક તસવીરમાં સુષ્મિતા સેનના હાથમાં રિંગ જોવા મળી હતી. આથી જ ચર્ચા થવા લાગી કે લલિત મોદી તથા સુષ્મિતાએ સગાઈ કરી લીધી છે. જોકે, હવે સુષે આ અંગે સ્પષ્ટતા કરી દીધી છે.ગયા વર્ષે ડિસેમ્બરમાં સુષ્મિતાનું રોહમન શૉલ સાથે બ્રેકઅપ થયું હતું. બંનેએ એકબીજાને અઢી વર્ષ સુધી ડેટ કર્યા અને બંને લિવ ઇનમાં રહેતા હતા. જોકે, તેમણે ક્યા કારણોસર બ્રેકઅપ કર્યું તેની વાત કરી નહોતી, પરંતુ બંને આજે પણ એકબીજાના મિત્રો હોવાનો દાવો કરે છે.

Read About Weather here

ગયા મહિને એક્ટ્રેસે ટ્વિંકલ ખન્નાના શોમાં કહ્યું હતું કે તેના માટે હંમેશાં બાળકો પ્રાથમિકતા રહ્યા છે. સુષ્મિતા સેન 1994માં મિસ યુનિવર્સ બની હતી. તેણે 1996માં ફિલ્મ ‘દસ્તક’થી બોલિવૂડ ડેબ્યૂ કર્યું હતું. તેણે ‘બીવી નંબર 1’, ‘ડૂ નોટ ડિસ્ટર્બ’, ‘મૈં હૂં ના’, ‘મૈંને પ્યાર ક્યોં કિયા’ તથા ‘તુમકો ના ભૂલ પાએંગે’ તથા ‘નો પ્રોબ્લમ’ જેવી ફિલ્મમાં એક્ટિંગ કરી છે. સુષ્મિતા છેલ્લે વેબ સિરીઝ ‘આર્યા’માં જોવા મળી હતી.તે નહોતી ઈચ્છતી હતી કે લગ્ન બાદ કોઈ અન્ય વ્યક્તિને કરાણે તે બાળકોથી દૂર થઈ જાય. આ જ કારણે તેણે લગ્ન કર્યા નથી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here