અંતરિક્ષમાં સેટેલાઇટનો ખાત્મો બોલાવી શકે તેવા મિસાઈલ…!

અંતરિક્ષમાં સેટેલાઇટનો ખાત્મો બોલાવી શકે તેવા મિસાઈલ…!
અંતરિક્ષમાં સેટેલાઇટનો ખાત્મો બોલાવી શકે તેવા મિસાઈલ…!
રશિયાએ અંતરિક્ષમાં સેટેલાઈટનો ખાત્મો બોલાવી શકે તેવા મિસાઈલનુ પરિક્ષણ કર્યુ છે.

Visit Saurashtra Kranti Homepage here

આ ટેસ્ટ દરમિયાન રશિયાએ પોતાના જ એક જુના સેટેલાઈટને ફૂંકી માર્યો હતો.જેના લગભગ 1500 ટુકડા હવે અંતરિક્ષમાં વિખેરાયા હોવાથી ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર મુસીબત સર્જાઈ છે.અહીંયા રોકાયેલા અંતરિક્ષ યાત્રીઓએ ગઈકાલે પોતાના ટ્રાન્સપોર્ટ સ્પેસક્રાફ્ટમાં આશરો લેવો પડ્યો છે.

બીજી તરફ રશિયાની હરકતથી અમેરિકા ભડકી ઉઠયુ છે.રશિયાએ આ હથિયારનુ પરિક્ષણ કયારે કર્યુ તે તો ખબર નથી પડી પણ સોમવારે તેને લઈને પહેલી વખત જાણકારી સામે આવી હતી.

રશિયાએ હજી સુધી કોઈ નિવેદન આપ્યુ નથી.એવુ કહેવાઈ રહ્યુ છે કે, ફૂંકી રમાયેલા સેટેલાઈટના ટુકડા અંતરિક્ષમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનની બહુ નજીકથી પસાર થયા હતા.

Read About Weather here

રશિયન સ્પેસ એજન્સી રોસકોસમોસે પણ આ વાતને સમર્થન આપ્યુ છે.હાલમાં સ્પેશ સ્ટેશનમાં રોકાયેલા નાસના અંતરિક્ષ યાત્રી માર્ક હેઈએ નાસાને કહ્યુ હતુ કે, આખો દિવસ ગાંડપણથી ભરેલો રહ્યો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here