‘અંજલિભાભી’ બાદ ‘તારક મહેતા’ની પણ EXIT…!?

'અંજલિભાભી' બાદ 'તારક મહેતા'ની પણ EXIT…!?
'અંજલિભાભી' બાદ 'તારક મહેતા'ની પણ EXIT…!?
આ સિરિયલના દરેક પાત્ર ઘેર-ઘેર લોકપ્રિય છે. લોકપ્રિય કોમેડી સિરિયલ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ છેલ્લાં 14-14 વર્ષથી ચાહકોનું મનોરંજન કરી રહી છે.  અત્યારસુધી ઘણા કલાકારોએ આ સિરિયલને અલવિદા કહી દીધું છે. હવે ચર્ચા છે કે નેહા મહેતા-ગુરુચરણ સિંહ બાદ શૈલેષ લોઢા આ શો છોડી રહ્યો છે.શૈલેષ લોઢા સિરિયલમાં ‘તારક મહેતા’નું પાત્ર ભજવે છે. સિરિયલમાં તારક તથા જેઠાલાલની પાક્કી મિત્રતા બતાવવામાં આવી છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે, શૈલેષ લોઢા છેલ્લા એક મહિનાથી સેટ પર આવ્યો નથી.
'અંજલિભાભી' બાદ 'તારક મહેતા'ની પણ EXIT…!? અંજલિભાભી

Visit Saurashtra Kranti Homepage here

'અંજલિભાભી' બાદ 'તારક મહેતા'ની પણ EXIT…!? અંજલિભાભી

તેણે આ શોમાં પરત ના ફરવાનો નિર્ણય લઈ લીધો છે. તે સિરિયલિ છોડવાના મૂડમાં છે.’ઇ ટાઇમ્સ’ના અહેવાલ પ્રમાણે, શૈલેષ લોઢાને આ સિરિયલને કારણે અન્ય તકો જતી કરવી પડે છે. ભૂતકાળમાં શૈલેષે સારી સારી ઑફર્સ જતી કરી હતી. જોકે હવે તે સારી તકો ગુમાવવા માગતો નથી.સૂત્રોએ દાવો કર્યો હતો કે શૈલેષ લોઢા મેકર્સ પર નારાજ પણ છે. તેને એ વાતનો ગુસ્સો છે કે મેકર્સ આ શો માટે તેની ડેટ્સનો યોગ્ય રીતે ઉપયોગ કરતા નથી.શૈલેષ લોઢાને મનાવવાના પ્રયાસો ચાલુ છે, પરંતુ શૈલેષ માનવા તૈયાર નથી. જો શૈલેષ લોઢા આ સિરિયલમાં પરત નહીં ફરે તો આ ત્રીજી શૉકિંગ એક્ઝિટ હશે.

'અંજલિભાભી' બાદ 'તારક મહેતા'ની પણ EXIT…!? અંજલિભાભી

Read About Weather here

આ પહેલાં દિશા વાકાણી તથા ગુરુચરણ સિંહે શોને અલવિદા કહી દીધું છે. કવિ કુમાર આઝાદ (ડૉ. હાથી)નું વર્ષ 2018માં કાર્ડિયાક અરેસ્ટને કારણે અવસાન થયું હતું. ગયા વર્ષે ઘનશ્યામ નાયક (નટુકાકા)નું નિધન થયું હતું.આ પહેલાં સિરિયલને દિશા વાકાણી (દયાભાભી), ઝીલ મહેતા (સોનુ), નિધિ ભાનુશાલી (સોનુ), ભવ્ય ગાંધી (ટપુ), મોનિકા ભદોરિયા (બાંવરી), ગુરુચરણ સિંહ (સોઢી), લાલ સિંહ માન (સોઢી), દિલખુશ રિપોર્ટર (રોશન સોઢી), નેહા મહેતા (અંજલિભાભી)એ અલવિદા કહ્યું છે.

'અંજલિભાભી' બાદ 'તારક મહેતા'ની પણ EXIT…!? અંજલિભાભી

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here

Read About Weather here