રૂ.૫.૨૬ કરોડના ખર્ચે બનેલ ડિજિટલ લાઇબ્રેરીને ૨૦મીએ સીએમ રૂપાણી ખુલ્લી મુકશે
મહાનગરપાલિકાએ શહેરમાં સાતમી લાઇબ્રેરીનું નિર્માણ કાર્ય પૂર્ણ કર્યું છે અને આગામી ૨૦ જુલાઇના મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવશે. આ લાઇબ્રેરીનું ૫.૨૭ કરોડના ખર્ચે ૩૫ હજાર ફૂટનું બાંધકામ કર્યું છે. ડિજિટલ લાઇબ્રેરીમાં અનેક સુવિધા ઊભી કરવામાં આવી છે.
વેસ્ટઝોન વોર્ડ નં.૯માં પેરેડાઈઝ હોલની સામે સાધુવાસવાણી રોડ પાસે અદ્યતન લાઇબ્રેરીનું નિર્માણ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, લાઇબ્રેરીમાં રૂ. ૩.૨૦ કરોડ બાંધકામ અને રૂ. ૨.૦૭ કરોડ આકર્ષક ઇન્ટિરિયર એમ કુલ મળીને રૂ.૫.૨૭ કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
કુલ ૩૫૦૦૦ ચો.ફૂટનું બાંધકામ ધરાવતી આ લાઇબ્રેરીમાં ગ્રાઉન્ડ લોર ઉપર વાંચનાલય, ઓફિસ, ડિસપ્લે એરિયા, મિિંટગ રૂમ, સ્ટોરેજ, રેફરન્સ રીિંડગ એરિયા, પિરિયોડિકલ રીિંડગ એરિયા, ન્યૂઝપેપર સેક્શન, રિસેપ્શન/વેઈિંટગ, ચિલ્ડ્રન સેક્શન, ઓપન એર થિયેટર, ઇન્ટરનેટ ઝોન, ડિજિટલ લાઇબ્રેરી, પ્રથમ માળે વાંચનાલય, સ્પે. રીિંડગ સેક્શનની સુવિધા, બીજા માળે રીિંડગ ઝોન, ઓડીઓ વિઝ્યૂઅલ રૂમ અને ત્રીજા માળે સ્ટોરની સુવિધા આવી છે. આ લાઈબ્રેરીમાં રૂ. ૩૬ લાખના ખર્ચે ૩૦૦૦૦ પુસ્તકો, રૂ.૧૦ લાખના ખર્ચે ૪૦૦૦ ડીવીડી અને રૂ.૧૦ લાખના ખર્ચે ગેમ્સ, પઝલ્સ અને રમકડાં ઉપલબ્ધ કરવામાં આવશે છે.