ખેડૂત પાસેથી ૩૦ હજારની લાંચ લેતો ઇન્કમટેક્સ ઓફિસર ઝડપાયો
રાજકોટની ઇક્ધમટેક્સ ઓફિસમાં એસીબીએ દૃરોડા પાડીને ઇન્સપેક્ટર ઓફિસર એન.પી. સોલંકીને ૩૦ હજાર રુપિયાની લાંચ લેતા ઝડપી પાડવામાં આવ્યાં છે. આ અધિકારી ખેડૂત પાસેથી લાંચ લેતા હતાં. હાલ આ મામલે વધુ માહિતી મેળવવામાં આવી રહી છે.
આ મામલે મળતી માહિતી પ્રમાણે રાજકોટ ઇક્ધમટેક્સ ઓફિસર એ.પી. સોલંકી ૩૦ હજારની લાંચ લેતા ઝડપાયા છે. ઇક્ધમટેક્સ વિભાગ દ્વારા ખેડૂતને ૧૨ લાખ રુપિયાની નોટિસ પાઠવી હતી. આથી આ નોટિસના સેટલમેન્ટ માટે ઇક્ધમટેક્સ ઓફિસરે ખેડૂત પાસે ૯૦ હજાર માંગ્યા હતાં.
વાતચીત બાદૃ લાંતમાં રકમ ૩૦ હજાર રુપિયા સુધી પહોંચી હતી. આથી ખેડૂતે લાંચ નહીં આપવા માટે રાજકોટ એસીબી એકમમાં ફરિયાદૃ કરી હતી. આજે એસીબી દ્વારા છટકુ ગોઠવી ઓફિસરને ૩૦ હજારની લાંચ લેતા રંગેહાથ પકડી પાડ્યા હતા.
સામાન્ય રીતે ઇક્ધમટેક્સમાં સીબીઆઈ દૃરોડા પાડતું હોય છે. પરંતુ આ મામલામાં મંજૂરી લઇને એસીબીએ દૃરોડા પાડ્યા હતાં.