હવે હારીશ તો સીએમ નહીં રહી શકું : મમતા બેનર્જી

હવે હારીશ તો સીએમ નહીં રહી શકું : મમતા બેનર્જી
હવે હારીશ તો સીએમ નહીં રહી શકું : મમતા બેનર્જી


બંગાળમાં યોજાયેલ ચૂંટણીમાં નંદીગ્રામ સીટ પર બીજેપીનાં શુભેન્દુ અધિકા2ી સામે મમતા બેનર્જીની હાર બંગાળમાં જીત સામે પણ વધુ ભારે પડતી જોવા મળી રહી છે. આ જ કારણે મમતા આ હારને ભુલી નથી શક્તાં અને હવે તેઓ ભવાનીપુર સીટ પર થનારા ઉપચૂંટણીમાં કોઈ ક્સર છોડવા ઈચ્છતા નથી.

તેમણે અહીંની જનતાનો એકએક મત કિંમતી હોવાનું ગણાવી મતદાનની અપીલ કરી હતી. બુધવારે ઈકબાલપુરમાં એક રેલી દરમિયાન મમતા બેનર્જી જનતાને કહયું કે, માર માટે એકએક મત જરૂરી છે.

Visit Saurashtra Kranti Homepage here

જો તમે એમ માનીને મતદાન ન કરો કે દીદી તો જીતશે જ. તો એ ખૂબ મોટી ભુલ હશે. જો વરસાદ અથવા તોફાન પણ આવે તેમ છતાં તમે મત આપવા જજો. નહિં તો હું મુખ્યમંત્રી નહીં રહી શકું અને તમને નવા મુખ્યમંત્રી મળશે.

આ અપીલ દ્વારા સ્પષ્ટપણે છતું થાય છે કે, તે કોઈપણ કિંમતે ભવાનીપુરની ઉપચૂંટણી જીતવા ઈચ્છે છે.

Read About Weather here

આ વર્ષની બંગાળની ચૂંટણીમાં મમતા બેનર્જીની તૃણમૂલ કોંગ્રેસને રાજયની 292 સીટમાંથી 213 પર જીત મળી હતી તેમ છતાં હવે મમતા માટે એક-એક મત ખૂબ જરૂરી થઈ ગયો છે.

ભવાનીપુરમાં મમતા બેનર્જીની સૌથી મોટી પ્રતિદ્વંદી પક્ષ તરીકે બીજેપી જ છે. તેથી તેઓએ જોરશોરથી પ્રચાર શરૂ કરી દીધો છે.(3.13)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here