મમતા દીદી શું બંગાળને ઘૂસણખોરીથી મુક્તિ અપાવી શકે છે?

Mamta-Amit Shah-મમતા
Mamta-Amit Shah-મમતા

Subscribe Saurashtra Kranti here.

મમતા દીદી પોતાના ભત્રીજાને મુખ્યમંત્રી બનાવવા માંગે છે: શાહ

વડાપ્રધાન મોદી સોનાર બાંગ્લા બનાવવા માંગે છે

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહએ પશ્ર્ચિમ બંગાળની સત્તાધારી પાર્ટી તૃણમૂલ કૉંગ્રેસ પર નિશાન સાધતા રવિવારે કહૃાું કે, રાજ્યની મુખ્યમંત્રી મમતા બેનર્જીનો ઉદ્દેશ્ય ચૂંટણી જીતીને પોતાના ભત્રીજા અભિષેક બેનર્જીને મુખ્યમંત્રી બનાવવાનો છે જ્યારે બીજેપીનું લક્ષ્ય રાજ્યનું જૂનું ગૌરવ પરત લાવવું અને ‘સોનાર બાંગ્લાનું નિર્માણ કરવાનું છે.

અમિત શાહે ચૂંટણી રેલીને સંબોધિત કરતાં કહૃાું કે, રાજ્યમાં બીજેપીની સરકાર રચાયા બાદ તેઓ રાજ્યના કર્મચારીઓ માટે સાતમું પગાર પંચ લાગુ કરશે, ઉપરાંત એવી નીતિ લાવશે જેથી રોજગાર માટે યુવાઓને બહાર જવાનું વલણ નહીં રાખવું પડે.

કેન્દ્રીય ગૃહ મંત્રીએ કહૃાું કે, આપે અનેક વર્ષો સુધી ડાબેરીઓની સરકારને ચૂંટી અને પછી તમે દીદીને સરકાર સોંપી. પરંતુ તેમાંથી કોઈએ બંગાળનું સારું નથી કર્યું. અહીં દરેક કામ માટે કટમની આપવી પડે છે, તોડબાજી થઈ રહી છે. તેઓએ કહૃાું કે ડાબેરી શાસનથી કંટાળીને રાજ્યની જનતાએ ખૂબ જ આશાઓ સાથે તૃણમૂલ કૉંગ્રેસને પસંદ કરી હતી કારણ કે દીદીએ પરિવર્તનનો વાયદો કર્યો હતો.

Read About Weather here

અમિત શાહે લોકોને પૂછ્યું કે શું છેલ્લા ૧૦ વર્ષમાં અહીં પરિવર્તન આવ્યું છે? તેઓએ કહૃાું કે, રાજ્યમાં ઘૂસણખોરી સતત ચાલુ જ છે. કોઈ ફેરફાર નથી આવ્યો. મમતા દીદી શું બંગાળને ઘૂસણખોરીથી મુક્તિ અપાવી શકે છે? નહીં અપાવી શકે…અમારી સરકાર બની તો અમે રાજ્યને ઘૂસણખોરોથી મુક્ત કરાવીશું.
તેઓએ વધુમાં કહૃાું કે, અમે નક્કી કર્યું છે કે એવી સરકાર લાવીશું, જેના કારણે બંગાળના યુવાઓએ બંગાળની બહાર રોજગાર માટે નહીં જવું પડે. આ જે તુષ્ટિકરણ અને ઘૂસણખોરી થઈ રહી છે, તેને પણ રોકવાનું કામ બીજેપીની સરકાર કરશે.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here