ટીએમસીનો મતલબ ટાન્સફર માય કમિશન (5)

ટીએમસી-TMC
ટીએમસી-TMC

Subscribe Saurashtra Kranti here.

ટીએમસીનું ફુલ ફોર્મ જણાવતા રાજ્ય સરકાર પર કમિશન લેવાનો શિકંજો કસ્યો

પુરુલિયામાં ચૂંટણી રેલીમાં વડાપ્રધાન વિપક્ષ પર ગર્જ્યા

દીદી બોલે છે ‘ખેલા હોબે, ભાજપ બોલે છે ‘વિકાસ હોબે

ગુરુવારે પશ્ર્ચિમ બંગાળના પુરુલિયામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક રેલીને સંબોધન કર્યું હતું. મોદીએ તેમના ભાષણની શરૂઆત બાંગ્લા ભાષામાં જ કરી. તેમણે કહૃાું હતું કે દીદીને બંગાળના લોકોનાં હિતોથી વધુ ખેલની ચીંતાની પડી છે, જોકે દીદી એ ભૂલી રહૃાાં છે કે આ વખતે બંગાળના લોકો તેમના વિરોધમાં છે. દસ વર્ષના દૃુશાસનની સજા લોકો તેમને આપશે.

તેમણે કહૃાું હતું કે દસ વર્ષના તુષ્ટિકરણ પછી લોકો પર લાકડીઓ-ડંડા ચલાવ્યા પછી હવે મમતા દીદી અચાનક બદલાયેલાં જોવા મળ્યાં છે. આ હૃદય પરિવર્તન નથી હારનો ડર છે. દીદી આ બધું કરતી રહી, દરેક રીતે રમતી રહી, જોકે એ ન ભૂલો કે બંગાળના લોકોની યાદશકિત ખૂબ જ તીવ્ર છે. તેમને યાદ છે કે તમે ગાડીમાંથી ઊતરીને કેટલા લોકોને ફટકાર્યા હતા.

અમારા માટે તો દીદી પણ ભારતની જ એક છોકરી છે, તેમનું સન્માન કરવું એ અમારા સંસ્કારોમાં છે. જ્યારે તેમને ઈજા થઈ તો મને પણ ચિંતા થઈ. મારી પ્રાર્થના છે કે તેઓ ઝડપથી સાજા થઈ જાય. સાથીઓ, પશ્ર્ચિમ બંગાળ ત્યારે જ પ્રગતિ કરી શકે છે, જ્યારે વિકાસપ્રક્રિયામાં તમામ પક્ષો એક થાય.

તેમણે રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનર્જી અને સત્તાધારી તૃણમૂલ કોંગ્રેસ પર નિશાન સાધ્યું. આ દરમિયાન તેમણે ટીએમસીનું ફુલ ફોર્મ જણાવતા રાજ્ય સરકાર પર કમિશન લેવાનો શિકંજો કસ્યો. જ્યારે તેમણે મંચ પરથી નંદીગ્રામમાં પ્રચાર દરમિયાન ઈજાગ્રસ્ત થયેલા મમતા બેનર્જી સ્વાસ્થ થવાની કામના કરી, તેમણે સરકાર પર માઓવાદીઓનું સમર્થન કરવાનો આરોપ લગાવ્યો છે.

અહીં તેમણે TMCનો અર્થ જણાવતા કહૃાું કે, ટીએમસીનો અર્થ ટ્રાન્સફર માય કમિશન છે. ભાજપ બંગાળ સરકાર પર સતત તોડબાજી અને કમિશન લેવાનો આરોપ લગાવી રહૃાું છે. આ દરમિયાન મમતાના ખેલ હોબેના નારા પર નિશાન સાધતા તેમણે કહૃાું, દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે ચાકરી હોબે, દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે વિકાસ હોબે. દીદી બોલે ખેલા હોબે, ભાજપ બોલે શિક્ષા હોબે. ખેલા શેષ હોબે, વિકાસ આરંભ હોબે.

TMC પર નિશાન સાધતા વડાપ્રધાન મોદૃીએ કહૃાું કે, ટીએમસી સરકારે કંઈ નથી કર્યું પરંતુ પુરુલિયાને પાણીની સમસ્યા સાથે છોડી દૃીધું. TMC રમત રમવામાં લાગેલી છે. તેમણે ખેડુતોને છોડી દીધાં છે. આ લોકોએ પુરુલિયાના લોકોના જીવનને જળ સંકટમાં છોડી દીધાં છે. તેમણે પુરુલિયાને પછાત ક્ષેત્ર બનાવવાનો આરોપ લગાવ્યો.

Read About Weather here

બંગાળ વિધાનસભાની આગામી ચૂંટણીને ધ્યાનમાં રાખીને વડાપ્રધાન મોદીની આ રેલી એક મોટા અભિયાન તરીકે જોવામાં આવી રહી છે. તેમણે કહૃાું, પશ્ર્ચિમ બંગાળના લોકો ૧૦ વર્ષો સુધી ખરાબ શાસન માટે મમતા બેનર્જીને સજા આપશે. તેમણે રાજ્યની જુની સરકારો પર વિકાસ નહી કરવાનો આરોપ લગાવ્યો. વડાપ્રધાને કહૃાું કે લેટ અને તે બાદૃ ટીએમસી સરકારે પુરુલિયામાં ઉદ્યોગો વિકસિત નહી થવા દીધાં, સિંચાઈ માટે જેવું કામ કરવાનું હતું તેવું નથી થયું.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here