‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા પ્રદેશ ‘આપ’ અગ્રણી ઇશુદાન ગઢવી

‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા પ્રદેશ ‘આપ’ અગ્રણી ઇશુદાન ગઢવી
‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા પ્રદેશ ‘આપ’ અગ્રણી ઇશુદાન ગઢવી

ગેરંટીકાર્ડ સાથે ચૂંટણીના મેદાનમાં ઉતરશું: ઇશુદાન ગઢવી

એક વખત ‘આપ’ને દિલથી તક આપો, પરિણામ એવું આવશે કે, બીજી પાર્ટીને ભુલી જશો: ઇશુદાન

‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ સાંધ્ય દૈનિકની શુભેચ્છા મુલાકાતે પધારેલા આમ આદમી પાર્ટીના પ્રદેશ અગ્રણી ઇશુદાનભાઇ ગઢવીએ તંત્રી અશોક ગઢવી સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આગામી વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ‘આમ આદમી પાર્ટી’ તમામ બેઠકો પરથી ચૂંટણી લડશે.

Read Local News / Articles : Saurashtra , Gujarat

ચૂંટણીમાં આર્થિક રીતે નબળા હશે તો ચાલશે પણ નિષ્ઠાવાન ઉમેદવારોને ટિકિટ આપશું. ચૂંટણીમાં ગેરંટીકાર્ડ સાથે મેદાનમાં ઉતરશું. ગેરંટી કાર્ડમાં જે-જે વચનો આપવામાં આવશે તે પુરા કરવાની ખાત્રી લોકોને આપીશું.

લોકોને વિશ્વાસમાં લઇને કામ કરીશું. અમે મતદારોને અપીલ કરીએ છીએ કે, એક વખત ‘આપ’ને મોકો આપો. પરિણામ એવું આવશે કે, અન્ય રાજકીય પાર્ટીને ભુલી જશો. ઘરે-ઘરે ગેરંટી કાર્ડ આપવા જશું.

વિધાનસભાની ચૂંટણી ગમે ત્યારે જાહેરાત થાય તો અમારી પાર્ટની પુરેપુરી તૈયારી છે. આજે ચૂંટણીની જાહેરાત આજે જાહેર થાય તો સુરતમાં ‘આપ’ની દશ સીટ આવે. ‘આમ આદમી પાર્ટી’ ચૂંટણી લડવા ખાતર મેદાનમાં કયારેય ઉતરતી નથી. અમે શુધ્ધ રાજકારણ કરવા આવ્યા છીએ. દિલ્હીમાં કેજરીવાલની સરકાર દ્વારા કરવામાં આવી રહેલા વિકાસના કાર્યોને લોકો બિરદાવી રહયા છે.

‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની શુભેચ્છા મુલાકાત લેતા પ્રદેશ ‘આપ’ અગ્રણી ઇશુદાન ગઢવી ઇશુદાન
‘સૌરાષ્ટ્ર ક્રાંતી’ કાર્યાલયની ‘આમ આદમી પાર્ટી’ના પ્રદેશ અગ્રણી ઇશુદાનભાઇ ગઢવી અને રાજભા ઝાલા તસ્વીરમાં નજરે પડે છે.

આગામી વર્ષ 2022માં યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ‘આપ’નો જવલંત વિજય થશે. એટલું જ નહીં ‘આપ’ની સરકાર બનશે. યોજાનારી ચૂંટણીમાં 75% થી વધુ મતદાન થશે. આ ચૂંટણીમાં કોંગે્રસને માંડ 10 સીટ અને ભાજપ 40 સીટને ક્રોસ નહીં કરી શકે તેમ જણાવ્યું હતું.

ઇશુદાનભાઇએ વધુમાં કહયું હતું કે, ગ્રામ્યમાં મોટાભાગની બુથની કામગીરી પુરી કરી દેવામાં આવી છે. સંગઠન મજબુત બનાવશું. ‘આપ’માં જોડાવા લોકોને આમત્રંણ આપશું. સંગઠન અને પેજ પ્રમુખની કામગીરી શરૂ કરાશે અને આગામી ચાર મહિનામાં પૂર્ણ કરાશે.

વિધાનસભાની ચૂંટણી લડશો કે કેમ? કયાંથી લડશો તે પ્રશ્ર્નોનાં જવાબમાં ઇશુદાનભાઇએ કહયું હતું કે, હું ચૂંટણી જરૂર લડીશ. કયાંથી ચૂંટણી લડશે તે જાહેર કર્યૂ ન હતું.

Read About Weather here

ઇશુદાન ગઢવીએ આકરા પ્રહારો કર્યા હતાં કે, વિધાનસભાની ચૂંટણી વિજય રૂપાણીના આગેવાની હેઠળ ચૂંટણી લડીશું પણ ‘આપ’ના વધતા જતા પ્રભાવથી સરકાર બદલવી પડી. સદસ્યતા અભિયાન શરૂ કરવામાં આવશે.

આ અભિયાનમાં એેક વ્યકિત સો વ્યકિતને જોડશે અને 1 લાખ કાર્યકર્તાઓ શપથ લેશે.(1.11)

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Visit Saurashtra Kranti Homepage here