ભાજપ વસીમ રિઝવીની વાત સાથે બિલકુલ સંમત નથી: શાહનવાઝ હુસૈન (10)

AAM-ADAMI-PARTY
AAM-ADAMI-PARTY

Subscribe Saurashtra Kranti here.

વસીમ રિઝવી યુપી શિયા વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે

લખનૌના આગેવાન વસીમ રિઝવી દ્વારા કુરાનમાંથી ૨૬ આયતો હટાવવા માટે સુપ્રીમ કોર્ટમાં કરાયેલી પિટિશનને લઈને વિવાદ વધી રહૃાો છે ત્યારે બિહાર સરકારમાં મંત્રી અને ભાજપના આગેવાન શાહનવાઝ હુસેને આ મામલે સ્પષ્ટ મંતવ્યા આપ્યુ છે.

તેમણે કહૃાુ છે કે, ભાજપ વસીમ રીઝવીની વાત સાથે બિલકુલ સંમત નથી. ભાજપ કુરાન શરીફ સહિતના તમામ ધર્મના ગ્રંથોનુ સન્માન કરે છે અને કુરાનમાંથી આયતો હટાવવાની રિઝવની માંગ સાથે ભાજપ સ્હેજ પણ સંમત નથી.

તેમણે કહૃાુ હતુ કે, વસીમ રિઝવીની બેહૂદા માંગણીની જેટલી નિંદા કરવામાં આવે તેટલી ઓછી છે.ભાજપ કોઈ પણ ધાર્મિક ગ્રંથમાં છેડછાડ કરવાના વિરોધમાં છે.

Read About Weather here

દરમિયાન રિઝવી સામે મળી રહેલી ફરિયાદો બાદ સરકારના લઘુમતિ આયોગે રિઝવી સામે નોટિસ જાહેર કરી છે.રિઝવીના જવાબ બાદ તેમની સામે કાનૂની કાર્યવાહી શરુ કરવામાં આવશે.

રિઝવી યુપી શિયા વક્ફ બોર્ડના પૂર્વ અધ્યક્ષ પણ રહી ચુક્યા છે.તેમનો દાવો છે કે, જે ૨૬ આયત હટાવવા માટે હું માંગ કરી રહૃાો છું તે કુરાનમાં પાછળથી જોડવામાં આવી છે.જોકે મુસ્લિમ સમુદૃાય દ્વારા રિઝવીનો પૂરજોશમાં વિરોધ થઈ રહૃાો છે.ત્યાં સુધી કે રિઝવીનુ માથુ કાપી લાવનારને ૧૧ લાખનુ ઈનામ આપવાની જાહેરાત પણ મુરાદાબાદમાં યોજાયેલા કોમી એકતા સંગઠનના એક કાર્યક્રમમાં કરવામાં આવી હતી.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Visit Saurashtra Kranti Homepage here

Visit Saurashtra Kranti Homepage here