ભાજપે ચૂંટણીમાં યુપીથી બંગાળમાં ગુંડાઓ મોકલ્યા

9
MAMTA BENRJI-બંગાળ
MAMTA BENRJI-બંગાળ

Subscribe Saurashtra Kranti here

બંગાળમાં વર્ષોથી રહેતા બીજા લોકો પર બહારના હોવાનુ લેબલ કયારેય માર્યુ નથી

પીએમ મોદી જેટલા જુઠ્ઠા માણસ જોયા નથી: મમતા બેનરજી

પશ્ર્ચિમ બંગાળની ચૂંટણીમાં પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી મમતા બેનરજી એક બીજા પર પ્રહારો કરવામાં કોઈ કસર બાકી રાખી રહૃાા નથી.

આજે મમતા બેનરજીએ એક ચૂંટણી સભામાં કહૃાુ હતુ કે, ભાજપે આ ચૂંટણી માટે યુપીથી તિલક કરેલા અને પાન મસાલા ખાતા ગુંડાઓને બંગાળમાં બોલાવ્યા છે.તેઓ અહીંયા સમસ્યાઓ સર્જવા માટે આવ્યા છે.આ બધા બહારી ગુંડાઓ છે.આપણે બંગાળમાં વર્ષોથી રહેતા બીજા લોકો પર બહારના હોવાનુ લેબલ કયારેય માર્યુ નથી પણ આ ભાજપના ગુંડાઓ બહારના છે.

મમતાએ કહૃાુ હતુકે, હું પીએમની ખુરશીનુ બહુ સન્માન કરતી હતી.મને ખબર નહોતી કે પીએમ મોદી આવા છે.પીએમ મોદી જેટલા જુઠ્ઠા વ્યક્તિ મેં જોયા નથી.ભાજપની હેરાનગતિના કારણે યુપીમાં આઈપીએસ અધિકારીઓ નોકરી છોડી રહૃાા છે.

Read About Weather here

મમતાએ આરોપ લગાવ્યો હતો કે, ભાજપ બંગાળની સંસ્કૃતિ ખતમ કરવા માટે યુપીથી ગુંડાઓ બોલાવી રહી છે.ખેડૂતો એક વર્ષથી રસ્તા પર છે અને આ પીએમ મોદી, અમિત શાહ અને અડાણી લોકોને લૂંટી લેશે.લોકો આંસુ વહાવશે.પીએમ મોદીએ બધાને ૧૫ લાખ રુપિયા આપવાનો વાયદો કર્યો હતો પણ કોઈને કશું આપ્યુ નથી.હવે પંદર લાખ રુપિયા નહીં તો ભાજપને મત પણ નહીં.ભાજપ કહે છે કે, બેટી બચાવો અને બેટી પઢાવો પણ તેઓ એક પણ રુપિયો તેના માટે આપી શક્યા નથી.મારી સરકાર વિદ્યાર્થિનીઓને સ્કોલરશિપ આપી રહી છે.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here