પરમબીર સિંહે મોહન ડેલકર આત્મહત્યા કેસને લઈને પત્રમાં લખ્યું કે…

10
Parambir Singh-Deshmukh-Mohan Delkar-Death-મોહન
Parambir Singh-Deshmukh-Mohan Delkar-Death-મોહન

Subscribe Saurashtra Kranti here.

સાંસદ મોહન ડેલકર આત્મહત્યા કેસમાં દેશમુખે દબાણ કર્યું હોવાનો પરમબીર સિંહનો આરોપ

મોહન ડેલકર આત્મહત્યા

મહારાષ્ટ્રમાં એન્ટિલિયાની બહાર જિલેટિનની સ્ટિક મળી આવ્યાનો કેસ અને મનસુખ હિરેનના મોત મામલે રાજકીય ગરમાવો આવી ગયો છે. શનિવારે મુંબઈના પૂર્વ પોલીસ કમિશનર પરમબીર સિંહે મહારાષ્ટ્રના ગૃહમંત્રી અનિલ દેશમુખ પર ગંભીર આરોપ લગાવ્યા. તેમણે મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેને એક પત્ર લખ્યો, જેમાં કહેવામાં આવ્યું કે અનિલ દેશમુખ દર મહિને ૧૦૦ કરોડ રૂપિયા માંગતા હતા. પત્રમાં તેમણે બીજા પણ અનેક ગંભીર આરોપ લગાવ્યા છે. જેમાં એક આરોપ દાદરા અને નગર હવેલીના સાંસદ મોહન ડેલકરના મોત અંગે છે.

પરમબીર સિંહે પત્રમાં દાદરા અને નગર હવેલીના સાંસદ ડેલકરના આત્મહત્યા કેસમાં પણ દબાણ સર્જવાનો આરોપ લગાવ્યો છે. પરમબીર સિંહના આરોપ મુજબ ગૃહમંત્રી અનિલ દેશમુખ પહેલા જ દિવસથી નહોતા ઈચ્છતા કે આત્મહત્યા માટે ઉક્સાવવાનો કેસ દાખલ થાય.

Read About Weather here

પરમબીર સિંહે મોહન ડેલકર આત્મહત્યા કેસને લઈને પત્રમાં લખ્યું કે, મેં કેટલાક કાયદાના જાણકાર લોકોના મત લીધા અને એવું સામે આવ્યું કે અબેટમેન્ટ ઓફ સ્યૂસાઈડનો કેસ જો થાય તો પણ તે દાદરા અને નગર હવેલી સાથે જોડાયેલો છે. જેથી ત્યાંની પોલીસે આ મામલે તપાસ કરવી જોઈએ. ગૃહમંત્રીના દબાણ છતાં જ્યારે મે આ કેસમાં અબેટમેન્ટ ઓફ સ્યૂસાઈડનો કેસ દાખલ ન કર્યો તો મારે તેમની નારાજગી સહન કરવાનો વારો આવ્યો હતો.

Read E-Paper here

Subscribe Saurashtra Kranti here

Read National News here

Visit Saurashtra Kranti here

Read About Weather here

Previous articleત્રણ વખત લેન્ડિંગ ફેલ થતા એક કલાક સુધી વિમાને હવામાં ચક્કર મારી
Next articleપાકિસ્તાન વડાપ્રધાન ઇમરાન બાદ પત્ની પણ કોરોના પોઝિટિવ