Subscribe Saurashtra Kranti here.
દેશમાં કોરોનાના વધતા કેસ
દેશમાં કોરોનાના વધી રહેલા કેસો પર ચિંતા વ્યક્ત કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જણાવ્યું કે મેં તો પહેલેથી જ ચેતવણી આપી હતી કે કોરોના દેશમાં કોરોના લોકો માટે હજુ પણ મોટો ખતરો છે.
રાહુલ ગાંધીએ અપીલ કરતા કહૃાું કે લોકોએ સાવધાની રાખવી જોઈએ અને માસ્કનો ઉપયોગ કરવો જોઈએ તથા કોવિડ-૧૯ ના નિયમોનું પાલન કરવું જોઈએ.
રાહુલ ગાંધીએ એક ગ્રાફ પણ શેર કર્યો જે અઠવાડિયા અનુસાર કોરોનાના કેસો દર્શાવી રહૃાાં છે. રાહુલના આ ગ્રાફ અનુસાર ગત અઠવાડિયું કોરોનાના સૌથી વધારે કેસો દર્શાવી રહૃાું છે. ૧૨ મા અઠવાડિયામાં કોરોનાના સૌથી વધારે ૧,૫૫,૯૦૯૦ કેસો નોંધાયા છે.
ઉલ્લેખનીય છે કે આ પહેલા રાહુલે ટ્વિટમાં લખ્યું હતું કે પાકિસ્તાનની રીતે ભારત પણ ઓટોક્રેટિક છે, અને ભારતની સ્થિતિ તો બાંગ્લાદેશ કરતા પણ ખરાબ છે, આમાં સ્વીડનની ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેમોક્રસી રિપોર્ટનો સન્દર્ભ ટાંકવામાં આવ્યો હતો. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ આજે કેન્દ્રની મોદી સરકારની સામે વધુ એક વાર મોરચો ખોલીને પ્રહારો કર્યા છે, આ વખતે ટ્વીટરમાં એક વિદેશી ઇન્સ્ટિટ્યૂટની રિપોર્ટને ટાંકવામાં આવી છે જેમાં કહેવામાં આવ્યું છે કે ભારત હવે ઈલેક્ટોરલ ડેમોક્રસી નથી રહૃાું.
Read About Weather here
બ્લૂમબર્ગના રિપોર્ટને ટાંકતા રાહુલે લખ્યું કે ૨૦૨૦ માં તમારી સંપત્તિમાં કેટલો વધારો થયો, ઝીરો. રાહુલે આગળ લખ્યું કે જ્યારે તમે રોજી-રોટી કમાવવા માટે સંઘર્ષ કરી રહૃાાં હતા ત્યારે તેમણે ૧૨ લાખ કરોડની સંપત્તિ વધારી લીધી. તેમણે તેમની સંપત્તિમાં ૫૦ ટકાનો વધારો કર્યો. રાહુલે કહૃાું કે શું કોઈ મને કહી શકે કે આવું કેમ થયું ?રાહુલ ગાંધી હમેંશા સરકારને ઉદ્યોગપતિની સરકાર કહેતા આવ્યાં છે. સંસદમાં પણ રાહુલ ગાંધીએ અમે બે, અમારા બે નો નારો આપ્યો હતો. રાહુલે કહૃાું હતું કે આ સરકાર ફક્ત ચાર લોકો ચલાવી રહૃાાં છે. તેમના કહેવાનો અર્થ અંબાણી, અદાણી, પીએમ મોદી અને ગૃહમંત્રી અમિત શાહ એવો થતો હતો.
Read e-paper here
Subscribe Saurashtra Kranti here
Do Follow Facebook here
Read politics News here
Read About Weather here