કોંગ્રેસ જીતશે તો આસામમાં સીએએ લાગુ નહિ થાય: રાહુલ ગાંધી

19
Rahul-Gandhi-CONGRESS-CAA-ASSAM-કોંગ્રેસ
Rahul-Gandhi-CONGRESS-CAA-ASSAM-કોંગ્રેસ

Subscribe Saurashtra Kranti here.

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ કૉલેજના વિદ્યાર્થીઓને કહૃાું કે, ભાજપ લોકોમાં ભાગલા પાડવા માટે નફરત ફેલાવે છે

નાગપુરમાં પેદા થયેલી શક્તિ આખા દેશને નિયંત્રિત કરવાનો પ્રયાસ કરી રહી છે

આસામ વિધાનસભા ચૂંટણીને જોતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ શુક્રવારના કૉલેજના બાળકો સાથે વાતચીત કરી. આ દરમિયાન રાહુલે કહૃાું કે, કોંગ્રેસએ ખાતરી કરશે કે રાજ્યમાં નાગરિકતા કાયદો લાગુ ના થાય. દિબ્રુગઢમાં રાહુલ ગાંધીએ કહૃાું કે, તમને લાગે છે કે લોકશાહીમાં પડતી આવી રહી છે? યુવાઓ બેરોજગાર છે, ખેડૂતો વિરોધ કરી રહૃાા છે. CAA છે. જો તેઓ કેન્દ્ર સરકારમાં છે તો લોકોને તેમની સંસ્કૃતિ, ભાષા ભૂલવા માટે ના કહી શકે. નાગપુરમાં પેદા થયેલી એક શક્તિ આખા દેશને નિયંત્રિત કરવાનો પ્રયત્ન કરી રહી છે.

રાહુલ ગાંધીએ કહૃાું કે, લોકશાહીનો અર્થ છે- આસામનો અવાજ, આસામ પર રાજ કરે. જો આપણે વિદ્યાર્થીઓને સામેલ નથી કરતા તો કોઈ લોકશાહી ના હોઈ શકે. યુવાઓએ સક્રિય રીતે રાજનીતિમાં ભાગ લેવો જોઇએ અને આસામ માટે લડવું જોઇએ. તમારે પથ્થરો, લાકડીઓથી નહીં, પ્રેમથી લડવું પડશે. .

વાયનાડ સાંસદે કહૃાું કે, જે એરપોર્ટના મુદ્દે થઈ રહૃાું છે. એ જ ચાના બાગને લઇને પણ થઈ રહૃાું છે. જ્યારે અમારી સરકાર હતી ત્યારે અમે આસામને સુરક્ષા આપી હતી. હજારો-કરોડો રૂપિયાના સ્પેશિયલ પેકેજ, ઇન્વેસ્ટમેન્ટ પોલિસી જેમાં કોઈ પણ જો ઇન્વેસ્ટ કરવા ઇચ્છે છે તો તેને અમે સબસિડી આપતા હતા. તેને રદ્દ કરી દેમાં આવી. રાહુલ ગાંધીએ કહૃાું કે, તમારી વચ્ચે ભાગલા પાડવામાં આવી રહૃાા છે. એક ધર્મને બીજા ધર્મ સાથે લડાવીને. એક વ્યક્તિને બીજા વ્યક્તિ સાથે લડાવીને.

Read About Weather here

રાહુલ ગાંધીએ કહૃાું કે, પછી જે તમારું છે એ તમારી પાસેથી છીનવીને પોતાના ઉદ્યોગપતિ મિત્રોને આપવામાં આવી રહૃાું છે. ભારતમાં અલગ-અલગ ભાષાઓ છે, જેમકે તમિલનાડુમાં તમિલ, બંગાળમાં બાંગ્લા છે, આ ભાષાઓ, ધર્મો અને લોકોની વચ્ચે જે ખુલ્લી વાતચીત થાય છે તેને આપણે હિન્દૃુસ્તાન કહીએ છીએ.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here