અમિત શાહ રવિવારે પશ્ર્ચિમ બંગાળમાં ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે

9
AMIT-SHAH-WEST-BANGAL-આસામ
AMIT-SHAH-WEST-BANGAL-આસામ

Subscribe Saurashtra Kranti here.

અમિત શાહ ખુદ કોલકાતામાં ભાજપનો ઢંઢેરો જાહેર કરશે

અમિત શાહ

ભારતીય જનતા પાર્ટી (ભાજપ) રવિવાર, ૨૧ માર્ચે, પશ્ર્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીઓ માટે પોતાનો ચૂંટણી ઢંઢેરો જાહેર કરશે. શુક્રવારે પશ્ર્ચિમ બંગાળના ભાજપના દિગ્ગજ નેતા અને પાર્ટીના કેન્દ્રીય નિરીક્ષક કૈલાસ વિજયવર્ગીયાએ આ માહિતી આપી હતી. તેમણે માહિતી આપી હતી કે ૨૧ માર્ચે કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ ખુદ કોલકાતામાં ભાજપનો ઢંઢેરો જાહેર કરશે. આશા છે કે ભાજપ પોતાના ઢંઢેરામાં રાજ્યના લોકો માટે મોટી જાહેરાતો કરી શકે છે. પક્ષનો દાવો છે કે રાજ્યના બે કરોડ લોકો પાસેથી ઢંઢેરા તૈયાર કરવા સૂચનો લેવામાં આવ્યા છે.

Read About Weather here

સૂત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, ભાજપે તેના ઢંઢેરામાં રાજ્યમાં તાત્કાલિક આયુષ્માન ભારત યોજના લાગુ કરવા, મહિલાઓને ૩૩ ટકા સરકારી નોકરીઓનું અનામત, રાજ્યના ૪ લાખથી વધુ માછીમારોને વાર્ષિક ૬ હજાર રૂપિયા અને ૭માં પગાર પંચને લાગૂ કરવાની ખાતરી આપી હતી. ભાજપનો દાવો છે કે બંગાળના લોકોને તેમના અનુસાર ઢંઢેરો બહાર પાડવામાં આવશે, આ માટે ભાજપે સીધો નાગરિકો સાથે સંપર્ક કર્યો અને તેમની પાસેથી સૂચનો માંગ્યા હતા.

Read e-paper here

Subscribe Saurashtra Kranti here

Do Follow Facebook here

Read politics News here

Read About Weather here