આ બનાવની અંગેની જાણ હરણી પોલીસને કરી દૃેવામાં આવી છે
વડોદૃરા શહેરના હરણી ડી.પી.એસ. સ્કૂલ પાસેથી પસાર થતી નર્મદૃા કેનાલમાં આજે એક કિશોર ડૂબી જતા તણાઇ ગયો હતો. ફાયર બ્રિગેડને જાણ થતાં તુરંત જ લાશ્કરો સ્થળ પર દૃોડી ગયા હતા. ફાયરબ્રિગેડની શોધખોળ દૃરમિયાન હજુ કેનાલમાં લાપતા થયેલો કિશોર મળી આવ્યો નથી.
પ્રાપ્ત માહિતી પ્રમાણે વડોદૃરા શહેરની ગોલ્ડન ચોકડી પાસે રહેતો અલ્પેશ ભગાભાઇ પરમાર (ઉં.વ.૧૬) હરણી-મોટનાથ રોડ ઉપરથી પસાર થતી નર્મદૃા કેનાલમાં ડૂબી જતા તણાઇ ગયો હતો. અલ્પેશ કેનાલમાં હાથ-પગ ધોવા માટે ઉતરતા તે તણાયો હતો. સ્થાનિક લોકો દ્વારા તેણે બચાવવાનો પણ પ્રયાસ કર્યો હતો. પરંતુ બચાવી શક્યા ન હતા. અને તે વહેતા પાણીમાં દૃૂર ખેંચાઇ ગયો હતો.
દૃરમિયાન આ બનાવની જાણ ફાયર બ્રિગેડને કરાતા તુરંત જ ફાયર ઓફિસર ઓમ જાડેજા ટીમ સાથે સ્થળ પર પહોંચી ગયા હતા. અને કેનાલના વહેતા પાણીમાં લાપતા થયેલા કિશોરને શોધવાની કામગીરી શરૂ કરી હતી. ફાયર ઓફિસરે જણાવ્યું કે, નર્મદૃા કેનાલમાં ડૂબેલા કિશોરની શોધખોળ ચાલી રહી છે.
પરંતુ લાપતા અલ્પેશનો પત્તો મળ્યો નથી. સાંજે ૭ વાગ્યા સુધી તપાસ ચાલુ રહેશે. તેમણે જણાવ્યું કે, આ બનાવની અંગેની જાણ હરણી પોલીસને કરી દૃેવામાં આવી છે. પોલીસ ટીમ પણ સ્થળ પર આવી પહોંચી છે. આ સાથે તેના પરિવારજનો પણ સ્થળ પર આવી પહોંચ્યા છે. કેનાલમાં લાપતા થયેલ અલ્પેશ મળ્યા બાદૃ આગળની કાર્યવાહી કરવામાં આવશે.