MPમાં ભરબજારે ધડાકા સાથે ગેસનો બાટલો ફાટ્યો

MPમાં ભરબજારે ધડાકા સાથે ગેસનો બાટલો ફાટ્યો
MPમાં ભરબજારે ધડાકા સાથે ગેસનો બાટલો ફાટ્યો
મધ્યપ્રદેશના સતનામાં નવા વર્ષના દિવસે જ ભર બજારમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેના કારણે વિસ્તારમાં સનસનાટી ફેલાઈ ગઈ હતી. શહેરમાં ચાંદની ટોકીઝ પાસેની એક હોટલમાં LPG સિલિન્ડર ફાટ્યો હતો. વિસ્ફોટ એટલો જોરદાર હતો કે તેનો અવાજ દૂર સુધી સંભળાયો હતો. ધડાકો થતાં જ વિસ્ફોટ સાથે આગનો ગોળો ભભુકી ઉઠ્યો હતો. ભીષણ આગની જ્વાળા ફાટી નીકળતી નજરે પડી હતી. જો કે સારી વાત એ છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.

Visit Saurashtra Kranti Homepage here

મળતી માહિતી મુજબ, સિટી કોતવાલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી ચાંદની ટોકીઝ પાસે આવેલી એક હોટલમાં રવિવારે સવારે એક સાથે બે એલપીજી સિલિન્ડરમાં વિસ્ફોટ થયો હતો. ગીચ વસ્તીવાળા વિસ્તારમાં બ્લાસ્ટ થતાં લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.ભીષણ આગ લાગતા દુકાન સળગી રહી હતી, પરંતુ વિસ્ફોટોને કારણે કોઈ ત્યાં જવાની હિંમત ન કરી શક્યું. દુકાન માલિક દુર્ગા કેસરવાણી અને સુનીલ કેસરવાણી પણ સળગી રહેલી પોતાની દુકાન જોતા રહ્યા હતા. અફરા-તફરી મચી જતા સિલિન્ડર બ્લાસ્ટ થયાની જાણ પોલીસ, ફાયર બ્રિગેડ અને મ્યુનિસિપલ કોર્પોરેશનને કરવામાં આવી હતી.

ઘટનાની જાણ થતાં જ ફાયરની ત્રણ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબુમાં લીધી હતી. ફાયર બ્રિગેડના જવાનોએ દુકાનમાંથી સળગી ગયેલો સામાન બહાર કાઢ્યો હતો. મ્યુનિસિપલ આસિસ્ટન્ટ ફાયર સેફ્ટી અધિકારીઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે દુર્ગા અને સુનીલ કેસરવાણી ચાંદની ટોકીઝના ગેટ પાસે એક હોટલ ચલાવે છે. સવારે 11 વાગ્યાની આસપાસ બંને ભાઈઓ દુકાનમાં હતા અને તેમનું કામ કરતા હતા. આ દરમિયાન ગેસનો બાટલો ફાટતા ભીષણ આગ લાગી હતી.

Read About Weather here

સિલિન્ડર બ્લાસ્ટ અને ત્યારબાદ આગ લાગવા અંગે ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી. જેના પર ફાયર બ્રિગેડની 3 ગાડીઓ ઘટના સ્થળે પહોંચી હતી. જેમણે ભારે જહેમતથી આગ પર કાબૂ મેળવ્યો હતો. હોટલમાં બે ગેસ સિલિન્ડરમાં વિસ્ફોટ થયા હતા. વિસ્ફોટના કારણે દુકાનમાં રાખેલો તમામ સામાન બળીને રાખ થઈ ગયો હતો.

Visit Saurashtra Kranti Homepage here

Read National News : Click Here

Read Saurashtra Kranti E-Paper here

Read About Weather here

Visit Saurashtra Kranti Homepage here