નાના ભાઈ પર પણ હુમલો કર્યો, કહ્યું- વારંવાર નશામુક્તિ કેન્દ્રમાં મોકલતાં હતાં એટલે હત્યા કરી
નાના ભાઈને તાત્કાલિક સિરસાની પ્રાઈવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો
રાજસ્થાનના હનુમાનગઢના 15 વર્ષના બાળકે બુધવારે મોડી રાતે ખાટલા પર સૂતેલાં તેનાં માતા-પિતાની કુહાડીથી હુમલો કરી હત્યા કરી છે. આ સિવાય તેણે નાના ભાઈના માથા પર પણ કુહાડીથી હુમલો કર્યો હતો.
આ અંગેની માહિતી મળ્યા પછી પોલીસ ત્યાં પહોંચી તો નાના ભાઈના શ્વાસ ચાલી રહ્યા હતા. તેને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. માતા-પિતાના શબને હોસ્પિટલની મોર્ચરીમાં મોકલવામાં આવ્યા હતા. પછીથી તેનું પોસ્ટમોર્ટમ કરીને બંનેના શબને પરિવારને સોંપવામાં આવ્યા છે.
Read Local News / Articles : Saurashtra , Gujarat
પોલીસે હત્યાના મામલામાં સગીર પુત્રની ધરપકડ કરી છે. લોહીવાળી કુહાડીને પણ પોલીસે જપ્ત કરી છે.
પોલીસ સ્ટેશન ઈન્ચાર્જ રવીન્દ્ર સિંહે જણાવ્યું હતું કે નોહરના ફેફાના ગામમાં શીશપાલ(42), પત્ની ઈન્દ્રા(38) અને 15 વર્ષનો પુત્ર અજય અને તેના નાના પુત્ર સાથે રહેતાં હતાં. 12 વીધા જમીનમાં દંપતી ખેતી કરતા હતા.
15 વર્ષના છોકરાને નાની ઉંમરમાં જ વ્યસન લાગી ગયું હતું. વ્યસનથી હેરાન થઈ ગયેલા માતા-પિતાએ તેને વ્યસનમુક્તિ કેન્દ્રમાં મોકલ્યો હતો. તે 2-3 દિવસ પહેલાં જ ત્યાંથી પરત આવ્યો હતો.
બુધવારે સાંજે તેને ખબર પડી કે તેને ફરીથી નશામુક્તિ કેન્દ્રમાં મોકલવામાં આવશે. રાતે લગભગ 9 વાગ્યે તેનાં માતા-પિતા ખાટલામાં સૂઈ રહ્યાં હતાં. ભાઈ બીજા રૂમમાં હતો.
Read About Weather here
આ દરમિયાન સગીર પુત્ર કુહાડી લઈને તેનાં માતા-પિતાના રૂમમાં ગયો હતો. તેણે માતા-પિતાના રૂમમાં જઈને તેમનાં ગળાં પર જીવલેણ હુમલો કર્યો હતો. એને પગલે બંનેનાં મૃત્યુ થયાં હતાં. અવાજ સંભળાતાં જ નાનો ભાઈ રૂમમાંથી દોડી આવ્યો હતો. જોકે તેની પર પણ મોટા ભાઈએ કુહાડીથી હુમલો કર્યો હતો.
પોલીસે ઘટનાસ્થળેથી લોહીવાળી કુહાડી પણ જપ્ત કરી છે.
Visit Saurashtra Kranti Homepage here
Read National News : Click Here
Visit Saurashtra Kranti Homepage here
Visit Saurashtra Kranti Homepage here